Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીનું સમાપન

નર્મદા જિલ્લામાં તા. ૧ લી થી પ્રારંભાયેલા મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણીના સમાપન પ્રસંગે આજે  રાજપીપળામાં ધાબા ગ્રાઉન્ડ ખાતે મહિલા શારીરીક સૌષ્ઠવ દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓમાં યોગના મહાત્મ્ય અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી મહેશભાઇ ચૌધરી, સિનીયર કોચશ્રી દારાસિંગભાઇ વસાવા, યોગ ગુરૂ શ્રી ગૌરીશંકર દવે, અખિલ હિંદ મહિલા મંડળ દુર્ગા મહિલા મંડળની હોદ્દેદારો તથા નવ દુર્ગા હાઇસ્કૂલ તથા કન્યા વિનય હાઇસ્કૂલ શાળા પરિવાર વગેરેએ પરિસંવાદમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે યોગ ગુરૂ શ્રી ગૌરીશંકર દવેએ યોગથી થતા ફાયદા અંગે વિસ્તૃત માહિતીઆપી હતી. જયારે કોચશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે આત્મ રક્ષણ અંગેનું નિદર્શન રજુ કર્યું હતું. અખિલ હિંદ મહિલા મંડળની હોદ્દેદાર બહેન અને દુર્ગા મહિલા મંડળની હોદ્દેદાર બહેને મહિલાઓમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અનુરોધ કર્યો હતો.  નવ દુર્ગા હાઇસ્કૂલ તથા કન્યા વિનય હાઇસ્કૂલની બાળાઓએ મહિલા સશકિતકરણના ભાગરૂપે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે તેના ઉદાહરણ સાથે વકત્વ્ય આપ્યું હતું. આજની આ ઉજવણીમાં નગરની મહિલાઓ, હાઇસ્કૂલની બાળાઓ વગેરેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Related posts

શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ ડીસા ખાતે સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

મહેસાણામા 150 કેન્દ્રો પર સ્પોટ વેકિસનેશનની કામગીરી હાથ ધરાઈ

editor

કોંગ્રેસ ઓફિસ બહાર પોસ્ટરમાં બાપુ ગાયબ!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1