Aapnu Gujarat
બિઝનેસ

૨.૦૯ લાખ લોકોએ પહેલી વખત ૬૪૧૪ કરોડનો ટેક્સ ભર્યો

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે ગત નાણાકીય વર્ષ દરમિયાન ઈન્કમટેક્સ ભરનારા લોકોની સંખ્યામાં ૨.૦૯ લાખનો વધારો થયો છે. નાણા મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ રાજ્યસભામાં માહિતી આપતા કહ્યુ હતુ કે ગયા વર્ષે ૨.૦૯ લાખ લોકોએ ઈન્કમટેક્સ વિભાગને પોતાની આવકની જાણકારી આપી છે. આ એવા લોકો છે જે પહેલા રિટર્ન ભરતા નહોતા.તેમણે ૬૪૧૪ કરોડ રુપિયાનો ટેક્સ ભર્યો છે. આઈટી વિભાગે એવા ૩.૦૪ લાખ લોકોને નોટિસ આપી હતી. જેમણે નોટબંધી પછી બેન્ક એકાઉન્ટમાં ૧૦ લાખથી વધારે રકમ જમા કરાવી હતી પણ ઈન્કમટેક્સ રિટર્ન ભર્યુ નહોતુ.
તેમણે કહ્યુ હતુ કે ગયા નાણાકીય વર્ષમાં સરકારના અભિયાનના કારણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૮ ટકા વધીને ૧૦ લાખ કરોડ રુપિયા થયુ છે.જ્યારે વ્યક્તિગત ટેક્સ અને વ્યક્તિગત સ્વ મૂલ્યાંકન ટેક્સ ભંડોળ ૨૩.૪ ટકા અને ૨૯.૯ ટકા વધ્યુ છે

Related posts

નાણાં મંત્રાલયે માન્યું કે થોડી સુસ્ત થઈ છે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ

aapnugujarat

FPI દ્વારા ઓગસ્ટમાં ૫,૧૦૦ કરોડ ઠાલવાયા

aapnugujarat

सन फार्मा ने एस्ट्राजेनेका से मिलाया हाथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1