Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનઆરસી સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો : રાજનાથસિંહ

અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો ફાઈનલ ડ્રાફ્ટ સામે આવ્યા બાદ મચેલા રાજકીય ઘમાસાન વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિરોધ પક્ષના ભેદભાવના આરોપોને ફગાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આ ડ્રાફ્ટ અસમ સમજુતિ અંતર્ગત જ બનાવવામાં આવ્યો છે. તેમાં કોઈ જ પ્રકારના ભેદભાવને શંકાને સ્થાન નથી.
સાથે જ રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટની દેખરેખમાં બનેલા આ ડ્રાફ્ટમાં જે લોકોના નામ શામેલ નથી તેમન દાવો કરવાનો પ્રર્યાપ્ત સમય આપવામાં આવશે. કેન્દ્રએ કહ્યું છે કે, આ મામલે કોઈ જ કારણ વગર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અયોગ્ય બાબત છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફાઈનલ ડ્રાફ્ટ છે નહીં કે ફાઈનલ એનઆરસી. ૨૪ માર્ચ ૧૯૭૧ પહેલા રાહ્યમાં રહી રહેલા વ્યક્તિઓના નામ શામેલ કરવામાં આવ્યાં છે. જે લોકો પાસે લૈંડ રેકોર્ડ, પાસપોર્ટ, વીમા પોલિસી હતી તેમના નામ પણ એનઆરસીમાં શામેલ કરવામાં આવ્યાં છે. જેની પાસે જરૂરી દસ્તાવેજ છે તેમના નામ નહીં છુટે. અન્ય રાજ્યોના નાગરિકો જે આસમમાં રહી રહ્યાં છે તેઓ પનણ ૧૯૭૧ પહેલા દેશમાં ક્યાંસ સર્ટિફિકેટ બતાવવા પર એનઆરસીમાં શામેલ કરવા યોગ્ય માનવામાં આવશે. રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રક્રિયા ૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. એનઆરસીને અપડેટ કરવાનો નિર્ણય ૨૦૦૫માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યાલયમાં કરવામાં આવ્યો હતો.
ગૃહમંત્રીએ રાજનાથ એનઆરસી પર હોબાળો મચાવનારા પર નિશાન તાકતા કહ્યું હતું કે, આ મુદ્દે બિનજરૂરી ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. કેટલીક ભ્રમણાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ફેલાવવામાં આવી રહ્યો છે જેથી કરીને સાંપ્રદાયિક સૌહાર્દને નિશાન બનાવી શકાય. આમ ન થવું જોઈએ. દરેક દેશનું દાયિત્વ છે કે તે એ જાણકારી મેળવે કે તેના દેશમાં કેટલા તેના નાગરિકો છે અને કેટલા વિદેશી.

Related posts

Nagaland declared as “disturbed area” for more 6 months, under controversial AFSPA

aapnugujarat

ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન, વિમાની સર્વિસને માઠી અસર

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં વિવિધ પરિબળો વચ્ચે પ્રવાહી પરિસ્થિતિના સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1