Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સાત લાખની લૂંટ

અમદાવાદમાં ફરી વૃદ્ધ દંપતીને લૂંટવાની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીને દુપટ્ટાથી બાંધીને લાખોની લૂંટ ચલાવનાર શખ્સોને પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.જેમાં રોકડ અને દાગીનાની લૂંટ કરી રૂપિયા ૭ લાખના મુદ્દામાલની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. પણ આચાર્યની વાત એ છે કે પોલીસે જ્યારે ઘટના સ્થળની તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે લૂંટારુઓ જો ઈચ્છતા હોત તો અન્ય કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ પણ કરી શક્યા હોત.
પરંતુ આ લુંટારુઓ માત્ર ૫ લાખ રોકડ અને ૪ સોનાની બગડીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂટની મોડસઓપરેન્ટીનો અભ્યાસ કરતા લૂંટ પાછળ કોઈ જાણભેદુ વ્યક્તિનો હાથ હોય તેવું પોલીસ માની રહી છે.ચાંદખેડા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા દેવપ્રિયા ૪ ફ્લેટમાં એક વૃદ્ધ દંપતીને દુપટ્ટાઓથી બાંધીને લૂંટ ચલાવી હતી. જેમાં દાગીનામાં સોનાની ચાર બંગળીઓ અને ૭ લાખ રૂપિયા રોકડની લૂંટ કરી હતી. આ લૂંટના કારણે વૃદ્ધ દંપતી ગભરાઇ ગયા હતાં. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિકોમાં ડર છવાઇ ગયો હતો.
ચાંદખેડા પો.સ્ટેના પીએસઆઇ મયુરસિંહ. એલ. સોલંકીએ આ ઘટના અંગે જણાવ્યું કે, ‘આ લૂંટ કોઇ જાણભેદુએ કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જો લૂંટારુઓ ઇચ્છતા હોત તો ઘરમાં રહેલી અન્ય મોંઘી વસ્તુઓ લઇ જઇ શક્યા હોત. લૂંટની આખી ઘટનાનો અભ્યાસ કરતા તેની પાછળ કોઈ જાણભેદુ વ્યક્તિનો હાથ હોય તેવું લાગી રહ્યું છે. અમે સીસીટીવી જોઇને આની તપાસ કરી રહ્યાં છીએ.

Related posts

ગુજરાત બજેટ : કૃષિ-ખેડૂત કલ્યાણ સહકાર માટે ૬૭૫૫ કરોડ અપાયા

aapnugujarat

નવરાત્રિ : રોમીયોગીરી કરતાં વધુ આઠ યુવકો પકડાઇ ગયા

aapnugujarat

अहमदाबाद में ९० हजार लोगों ने ईमेमो का ४५ करोड़ अदा ही नहीं किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1