Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર તવાઇ

અમદાવાદ શહેરમાં વધતા જતા ગેરકાયદે બાંધકામો અને રસ્તા, ફૂટપાથ પરના દબાણો નેસ્તનાબૂદ કરવા વીડિયો રેર્કિંડગની યોજના હાથ ધરવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભટ્ટે એમ જણાવ્યું કે, જ્યાં ગેરકાયદે બાંધકામ થયું હશે કે રસ્તા, ફૂટપાથ પર દબાણો થયા હશે તેનું વીડિયો રેર્કિંડગ કરી દંડ વસૂલ કરાશે જ, પણ જો એ જ સ્થળે ફરી ગેરકાયદે બાંધકામ કે દબાણ થયા હશે તો જૂનો વીડિયો રેર્કિંડગ જોઇ કડક પગલાં એટલે કે, તેને નાબૂદ કરવાની કામગીરી કરવામાં આવશે. આ સાથે જ શહેરના ૬૨ જંકશનો પર સી.સી. ટી.વી. કેમેરા ગોઠવવામાં આવશે જેના આધારે દબાણો સરળતાથી પકડી શકાશે. શહેરમાં આઠ હજાર જેટલા મ્યુનિ. બસ સ્ટેન્ડો છે ત્યાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે જેથી કયા બસ સ્ટેન્ડ પર લાઇટો ગુલ છે તે જાણી શકાશે.

Related posts

शंकरसिंह को २० साल तक रखा वह हमारी गलती : अमरिन्दर ब्रार

aapnugujarat

गुजरात चुनावः विकासवाद और वंशवाद के बीच सीधी जंग

aapnugujarat

एक ही तारीख को मतगणना करवाने की मांग वाली याचिका को गुजरात हाईकोर्ट ने किया खारिज

editor

Leave a Comment

UA-96247877-1