Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૩૫૨ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. સતત બીજા કારોબારી સેશનમાં સેંસેક્સમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામ વચ્ચે શેરબજારમાં તેજી રહી હતી. આઈટીસી, આરઆઈએલ અને હિન્ડાલ્કો જેવા હેવીવેઇટ શેરમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૩૫૨ પોઇન્ટ ઉછળીને ૩૭૩૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૧ પોઇન્ટ ઉછળીને ૧૧૨૭૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ ૩૭૩૬૮ની ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી પણ ૧૧૨૮૪ની સપાટીએ પહોંચ્યો હતો. આઈટીસીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ ઉછાળો રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આઈડીએફસી બેંક, ફેડરલ બેંક અને એક્સિસ બેંકના શેરમાં ઉછાળો રહ્યો હતો. આ તમામ શેરમાં ૨થી ૨.૬ ટકા વચ્ચેનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્લોબલ શેરમાં પણ તેજી જામી હતી. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલની સ્થિતિ રહી હતી. અમેરિકા અને યુરોપ વચ્ચે સમજૂતીને લઇને સ્થિતિ હળવી બની ગઈ છે. મૂડીરોકાણકારોના આત્મવિશ્વાસને વધારવા ટ્રેડ બેરિયરો અથવા તો વેપાર અડચણોને દૂર કરવા અમેરિકા અને યુરોપના દેશો સહમત થયા છે. ૪૭ દેશોના શેરમાં કારોબાર કરનાર ઓલ કન્ટ્રી વર્લ્ડ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારમાં હાલમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્‌સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે.અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. હાલમાં મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે. ગઇકાલે ગુરૂવારના દિવસે અંતે ૧૨૬ પોઇન્ટ ઉછળીને ૩૬૯૮૫ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૩૫ પોઇન્ટ ઉછળીને ૧૧૧૬૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નિફ્ટીએ ૧૧૧૮૫ની સપાટી હાંસલ કરી હતી. શેરબજારમાં આ પ્રકારની સ્થિતિ હાલ રહી શકે છે. શેરબજારમાં સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. પંજાબ નેશનલ બેંક અને ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સમાં ઉલ્લેખનીય તેજી રહી હતી. આ ઉપરાંત અન્ય શેરોમાં પણ તેજી જામી હતી.
મૂડીરોકાણકારોનું ધ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા ઉપર કેન્દ્રિત થઇ ગયું છે. આ ઉપરાંત એચસીએલ ટેકનોલોજી, વેલસ્પુન ઇન્ડિયાના પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. એશિયા પેસિફિકના શેરમાં પણ ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટે જુદા જુદા પરિબળો જવાબદાર છે. એકબાજુ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને લઇને વિશ્વના દેશો ચિંતાતુર બનેલા છે. બીજી બાજુ સંરક્ષણવાદની નીતિના કારણે પણ દુનિયાના દેશો ચિંતિત દેખાઈ રહ્યા છે. જોહાનિસબર્ગમાં બ્રિક્સ બેઠકમાં કયા પગલા લેવાશે તેના ઉપર પણ તમામની નજર છે. શેરબજારમાં હાલ તીવ્ર તેજીથી કારોબારી ખુશ દેખાય છે.

Related posts

ગેસ સિલિન્ડર કિંમતમાં કોઇ વધારો નહીં ઝીંકવાનો નિર્ણય

aapnugujarat

કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા

aapnugujarat

શિવરાજનો રાહુલને ટોણો, પૂજાની થાળી નથી ઉપાડી એ મંદિર જઈ તિલક કરે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1