Aapnu Gujarat
મનોરંજન

બંદગી કાલરા પર છેતરપિંડીનો આરોપ

હિના ખાન પછી એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ બંદગી કાલરા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. બેંગલોરના રહેવાસી યુવરાજસિંહ યાદવે તેના પર નકલી આઇ-ફોનની જાહેરખબર કરી છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. યુવરાજે બંદગી અને દિલ્હીની બે કંપની ડિફર્ન્ટ કલેક્શન અને નેક્સાફેટેશન ડોટકોમ વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરી દીધો છે.
ફરિયાદ કરનાર યુવરાજનું કહેવું છે કે તે બિગ બોસ ૧૧ની કન્ટેસ્ટન્ટ બંદગીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બંદગીએ આઇફોન-એક્સની જાહેરખબર પોસ્ટ કરી હતી, જેની કિંમત રૂ.૩૦,૫૦૦ બતાવવામાં આવી હતી.
યુવરાજે કહ્યું, મેં ૬૧,૦૦૦ રૂપિયામાં બે ફોન બુક કરી દીધા અને એડવાન્સ ૧૩,૦૦૦ ઓનલાઇન આપી દીધા હતા. કેટલાક દિવસ પછી પોસ્ટ ડિલીટ થઈ ગઈ તો મને શંકા થઇ. મેં આપવામાં આવેલા નંબર પર ફોન કર્યો તો સેલરે ફોન મોકલવાનું આશ્વાસન આપ્યું. મેં બાકીના ૪૮,૦૦૦ રૂપિયા પણ ડિલિવરી વખતે આપી દીધા.
બોક્સ ખોલ્યા બાદ હું દંગ થઈ ગયો, કારણ કે એમાં બે ડમી ફોન મૂક્યા હતા. એ પછી મેં કંપની અનેક વાર ફોન કર્યા, પણ કોઈ જવાબ મળ્યો નહીં. પોલીસનું કહેવું છે કે બંદગી સહિત બાકીના લોકોને નોટિસ મોકલી દેવામાં આવી છે. જવાબ નહીં મળે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન

editor

जयललिता की बायॉपिक के लिए २४ करोड़ लेंगी कंगना

aapnugujarat

ઐશ્વર્યા મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1