Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મોમાં ફેરફારની જરૂર : ટિસ્કા

૧૯૯૩માં પ્લેટફોર્મ મારફતે પોતાની બોલિવુડ કેરિયર શરૂ કરનાર ટિસ્કા ચોપડાએ કહ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં ફેરફાર થયા છે. મહિલાઓની લાઇફ પણ ખુબ બદલાઇ ગઇ છે. જો કે તે માને છે કે હજુ પણ કેટલાક ફેરફાર જરૂરી છે. ટિસ્કાનુ કહેવુ છે કે ફિલ્મમોમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે મહિલાઓને પોતે આગળ આવવાની જરૂર છે. મહિલાઓને લેખન, નિર્માણ અને નિર્દેશનના ક્ષેત્રમાં કુદી જવાની જરૂર છે. ટિસ્કા સુપરહિટ ફિલ્મ તારે જમીન પર મારફતે ચાહકોમાં લોકપ્રિય થઇ હતી. આ ફિલ્મમાં તે શાનદાર ભૂમિકા અદા કરી ગઇ હતી. ટિસ્કાએ કહ્યુ છે કે ચીજો બદલાઇ રહી છે. પરંતુ હજુ કેટલીક ચીજોને બદલી દેવાની જરૂર છે. ફેરફારની ગતિમાં તેજી લાવવાની જરૂર છે.આના માટે મહિલાઓને નિર્માણ તથા નિર્દેશનના ક્ષેત્રમાં આગળ આવવુ પડશે. તેનુ કહેવુ છે કે મહિલાઓ બાળકો પેદા કરી શકે છે તો ફિલ્મ નિર્માણ પણ કરી શકે છે. ટિસ્કા બોલિવુડમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં તારે જમીન પર, ફિરાક, કિસ્સા ટ ટેલ ઓફ લોનલી ઘોસ્ટ, ટીવી શો ૨૪ અને ઘાયલ વંસ અગેઇન ફિલ્મનો સમાવેશ થાય છે. તેની ફિલ્મ ધ હંગેરી માટે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી.તેનુ કહેવુ છે કે લાંબા સમય બાદ ભારતીય ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં ફરી એકવાર સારી પટકથાને ફરી મહત્વ આપવામાં આવનાર છે. કેરિયરની પ્રથમ ફિલ્મ પ્લેટફોર્મમાં તે મુખ્ય અભિનેત્રી તરીકે ચમકી હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં તેની સાથે પૃથ્વીની પણ ભૂમિકા હતી. એક્શનથી ભરપુર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ટિસ્કા હવે સહાયક અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે.

Related posts

સપ્તર્ષિ દ્વારા યોજાયો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ

editor

ઇલિયાના પાસે હાલ કોઇ પણ હિન્દી ફિલ્મો નથી

aapnugujarat

बदलते समय के अनुसार खुद को ढालना होगा : अमित त्रिवेदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1