Aapnu Gujarat
મનોરંજન

ગોવિંદા રામદેવનો રોલ કરશે..!!

ભૂતપૂર્વ સેન્સર ચીફ અને સિનિયર ફિલ્મ સર્જક પહલાજ નિહાલાની યોગ ગુરુ બાબા રામદેવની બાયો-ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને એમાં એમનો માનીતો અભિનેતા ગોવિંદા બાબા રામદેવનો રોલ કરશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ નિહાલાની વિજય માલ્યા વિશે રંગીલા રાજા નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ચૂક્યા હતા અને એ રોલ પણ ગોવિંદા કરવાનો હતો. ગોવિંદાનો વિજય માલ્યા તરીકેનો ફર્સ્ટ લૂક પણ રિલિઝ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પછી એ વાત આગળ વધી નહીં.
હવે મળતી માહિતી મુજબ બાબા રામદેવ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી વચ્ચે ટીવી શો દરમિયાન થયેલા સંવાદ પર આધારિત એક ગીતનું શૂટિંગ નિહાલાનીએ કરી લીધું હોવાનું કહેવાય છે. જો કે અત્યારે પહલાજ આ ફિલ્મ વિશે કંઇ કહેવા તૈયાર નથી. એણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, અરે ભૈ આજકલ સંજુ બાબાકા જમાના હૈ. આપ દૂસરે બાબાકી બાત ક્યૂં કર રહે હો ? જો કે ગીતના શૂટિંગના ફોટોગ્રાફ્સ જોઇએ તો ખ્યાલ આવી જાય છે કે શું રંધાઇ રહ્યું છે. ગોવિંદા સાથે નવોદિત અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી આ ગીતમાં નજરે પડે છે.

Related posts

आलिया ने ठुकराई एसएस राजामौली की फिल्म

aapnugujarat

શાહરૂખ – ગૌરીથી શીખો પ્રેમ નિભાવવો

aapnugujarat

કરીના કપુર ફિલ્મોમાં ફરી સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1