Aapnu Gujarat
ગુજરાત

દર વર્ષે શિક્ષણની નીતિ ન બદલો : ગુજરાત હાઇકોર્ટ

ફી મામલે વાલીઓના રોષનો સામનો કરી રહેલી રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે પણ ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, દર વર્ષે શિક્ષણની નીતિઓ બદલો નહીં. શિક્ષણ અંગે સરકાર લાંબા ગાળાની નીતિ અપનાવે તે જરૂરી છે. નવી નીતિઓથી વિદ્યાર્થીઓનું હિત જોખમાય છે.

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચું જઈ રહ્યું છે. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૨૦૦૧માં ૬૯.૧૪ ટકા હતું, તે વધીને ૨૦૧૧માં ૭૮.૦૩ ટકા થયું છે. પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો નંબર ૧૬થી નીચે ઉતરીને ૧૮ થયો છે. શાળામાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પણ ૧૧ થી ૧૪ વર્ષના ૫ ટકા બાળકો હજુ પણ સ્કૂલ સુધી પહોંચતા જ નથી.

આ પહેલા રાજ્યના ૧૨૧ તાલુકાઓમાં ૨૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ.૮ પછી અભ્યાસ છોડી દેતા હોવાનું રાજ્ય સરકારે જ પ્રવેશોત્સવની ફોર્મ્યુલામાં કબૂલ્યું હતું, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીના તાલુકામાં ૭૦ ટકા જેટલા બાળકો ધોરણ.૮ પછી ભણતાં જ નથી. આ સિવાય રાજ્યના ૨૮ તાલુકાઓમાં ૪૦ ટકાથી વધુ ડ્રોપ આઉટ રેશિયો છે. માત્ર એટલું જ નહીં, સરકારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૬,૦૦૮ ઓરડાની ઘટ હોવાની વાત પણ સ્વીકારી હતી.

Related posts

ઉજ્જવલા દિવસે એલપીજી પંચાયત યોજવા માટે નિર્ણય

aapnugujarat

આદિવાસી લોકોમાં કોંગીની લોકપ્રિયતા અકબંધ

aapnugujarat

दीपावली त्यौहार निकट आने पर अहमदाबाद शहर में पटाखे बेचने के लिए २६३ ने एनओसी प्राप्त कर लिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1