Aapnu Gujarat
ગુજરાત

પાદર તાલુકાના લતીપુર તળાવમાં યુવક ડૂબ્યો

વડોદરા જિલ્લાના પાદરામાં તળાવમાં ન્હાવા પડેલો યુવક ડૂબી ગયાની ઘટના બની છે. જોકે, આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ તેની લાશને ભારે મહેનત બાદ બહાર કાઢી હતી. યુવકના અચાનક થયેલા મોતથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વડોદરા પાસે આવેલા પાદર તાલુકાના લતીપુર ગામમાં ૩૩ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે જે સવારમાં ગામમાં આવેલા તળાવમાં ન્હાવા પડ્યો હતો. જોકે, તે અચાનક ડૂબી ગયો હતો. જોકે, નજરે જોનારા લોકોએ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. સાથે સાથે સ્થાનિક લોકોએ પણ યુવકને શોધવાની કામગીરી હાથધરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ ૩૩ વર્ષી હસમુખ તડવીને શોધવા માટેની કામગીરી હથ ધરી હતી. સુત્રનો જણાવ્યા પ્રમાણએ વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનોએ હસમુખને શોધવાની કામગીરી હાથધરી હતી. ભારે જહેમત બાદ હસમુખની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં પાદરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Related posts

६९१६ गांवों को ओप्टिकल फाइबर कनेक्टिवीटी से जोड़ा जाएगा

aapnugujarat

ચાઈનીઝ તુક્કલ મંગાવનાર ત્રણ શખ્સની ધરપકડ કરાઈ

aapnugujarat

મત ગણતરીની તૈયારી : ૭૦ ખાસ નિરીક્ષક ગોઠવી દેવાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1