Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીની કોર્ટમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ

ન્યાયની દેવીના ઘરમાં એક મહિલા વકીલની સાથે રેપની ઘટના બની છે. આરોપ છે કે દિલ્હીની એક કોર્ટમાં મહિલા વકીલની સાથે રેપ થયો છે. આ આરોપ કોઈ બીજાએ નહીં, પરંતુ સાથી વકીલો પર લાગ્યો છે. પીડિતાએ પોલીસમાં તેની ફરિયાદ કરી છે. આ ઘટના આખા કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બનેલો છે. આરોપી વકીલની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસના મતે, દિલ્હીના ડિસ્ટિક સાકેત કોર્ટમાં પીડિતા વકાલતની પ્રેક્ટિસ કરે છે. આરોપ છે કે સાથે પ્રેક્ટિસ કરી રહેલા અમુક વકીલ તેને પોતાની સાથે ચેમ્બર નંબર ૨૪૭માં લઈ ગયા હતા. અહીં વકીલોએ સાથે મળીને તેનો રેપ કર્યો હતો. પીડિતાએ તેનો વિરોધ કર્યો હોવા છતાં તેઓ માન્યા નહોતા.
પીડિત વકીલે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસ કોર્ટ પરિસરમાં હાજર લોકોને પણ પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ કલમ ૩૭૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં વકીલ પીકે લાલને આરોપી બનાવવામાં આવ્યા છે. તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
કોર્ટમાં મહિલા વકીલની સાથે રેપની ઘટનાથી આખા કોર્ટ પરિસર આશ્ચર્યમાં મૂકાયું છે. લોકો સમજી નથી શકતા કે એક વકીલ બીજા વકીલ પર રેપ જેવી ઘટનાને કેવી રીતે અંજામ આપી શકે છે. આવી ઘટનાઓ માટે સખ્ત કાયદાની જાણકારી હોવા છતાં તે આવુ કૃત્ય કેવી રીતે કરી શકે છે. આ તમામ સવાલોના જવાબ પોલીસના તપાસ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકશે.

Related posts

CBI vs CBI સુપ્રીમમાં સુનાવણી ફરી એકવાર ટળી

aapnugujarat

કર્ણાટકમાં ભયાનક અકસ્માત : ૯ મજૂરોના મોત

aapnugujarat

કેન્દ્રીય કર્મચારીઓના ડેપ્યુટેશન ભથ્થામાં બે ગણો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1