Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર ઉમંગ એપમાં સંદેશ આદાન-પ્રદાન કરવાની સુવિધા વિકસાવશે

આવનારા દિવસોમાં સરકારી સેવાઓ માટે સૂચના મેળવવા માટે ભટકવું પડશે નહીં. કેન્દ્ર સરકાર વોટ્‌સએપની તર્જ પર ઉમંગ એપમાં સંદેશ આદાન પ્રદાન કરવાની સુવિધા વાળુ ચેટ વિકસિત કરવા જઇ રહી છે. આઇટીએ આ માટેની રૂપરેખા તૈયાર કરી લીધી છે અને જલ્દીથી જ એને લાગૂ કરીને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવશે.
આઇટી મંત્રાલય પ્રમાણે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને લોકોને સરકારી સેવાઓમાં સૂચના અને પ્રક્રિયા ની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. દેશમાં મોટા પાયા પર લોકો વોટ્‌સએપનો ઉપયોગ કરે છે, એવામાં એમને આ માધ્યમની પૂરી સમજણ છે. મંત્રાલય આ તર્જ પર ઉમંગ એપમાં ચેટની વ્યવસ્થા વિકસિત કરવા જઇ રહ્યું છે. એને ક્ષેત્રીય ભાષાઓમાં લાગૂ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રાલય પ્રમાણે દેશમાં ૧.૨૧ અરબ મોબાઇલ ફોન છે. એમાંથી ૪૫.૬ કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને મોટાભાગે વોટ્‌સએપ અથવા આ પ્રકારના ઇન્ટરનેટ ચેટનો ઉપયોગ કરે છે. સરકારે પોતાની યોજનાઓની પ્રગતિની જાણકારી લોકો સુધી પહોંચાડવા, કેન્દ્રીય યોજનાઓની પ્રક્રિયા અને એના માટે સૂચના આપવા માટે ચેટનો પ્રયોગ કરીને સરળ વ્યવસ્થા કરી શકે છે. હાલના સમયમાં લોકો ખાસ કરીને કેન્દ્રીય યોજનાઓની પ્રક્રિયા અને એનાથી જોડાયેલી સૂચનાઓને લઇને ભટકે છે.
મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક ખૂણા અને દરેક વ્યક્તિથા ‘ઉમંગ એપ’માં ચેટના માધ્યમથી જોડાઇ જશે. એના દ્વારા ખેડૂતો, મજૂરો, ગ્રામીણ ક્ષેત્રો અને દુર્ગમ વિસ્તારોમાં રહેનારા લોકોને સરકારથી જોડાયેલી પૂરી સૂચના એક ક્લિકમાં પ્રાપ્ત થશે. એ ચેટના માધ્યમથી સવાલ કરીને સ્પષ્ટીકરણ પણ કરી શકશે.

Related posts

મધ્યપ્રદેશ : સ્ટાર પ્રચારક યોગીની સૌથી વધારે ધુમ

aapnugujarat

નીતિશ ડીએનએવાલા ચાચા બન્યા : અખિલેશ

aapnugujarat

ગરીબીમાં સપડાયેલાઓ માટે મફત યોજનાઓ જરૂરી છે : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1