Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશ : સ્ટાર પ્રચારક યોગીની સૌથી વધારે ધુમ

મધ્યપ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટી પાર્ટીના દિગ્ગજ નેતા ચૂંટણી પ્રચાર કરવા માટે મોરચા સંભાળી ચુક્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. હાલમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની માંગ સૌથી વધારે છે. મધ્યપ્રદેશમાં સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથની ધુમ જોવા મળી રહી છે. ભાજપના દરેક ઉમેદવાર ઇચ્છે છે કે યોગી તેમના મતવિસ્તારમા ચોક્કસપણે પ્રચાર કરે. યોગી આદિત્યનાથ છત્તિસગઢમાં પણ ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે. હજુ બીજા તબક્કામાં પણ છત્તિસગઢમાં પ્રચાર કરનાર છે. મધ્યપ્રદેશમાં પણ તેમની ઝંઝાવતી રેલી યોજાનાર છે. ભાજપ તરફથી નક્કી કરવામા ંઆવેલા કાર્યક્રમ મુજબ યોગીની રેલી ૧૯મી નવેમ્બરથી શરૂ થનાર છે. જો કે યોગીની માંગને ધ્યાનમાં લઇને યોજના છેલ્લી ઘડીએ બદલાઇ પણ શકે છે. યોગી આદિત્યનાથ હાલમાં જોરદાર રીતે પ્રચાર કરી રહ્યા છે. સાથે સાથે રામ મંદિર આડે સૌથી મોટી અડચણ હોવાનો આરોપ કરીને કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ભાજપ એકમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ યોગીને સૌથી મોટા સ્ટાર પ્રચારક તરીકે ગણાવીને તેમની માંગ કરી છે. પહેલાથી જ નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ યોગી આદિત્યનાથની રેલી ૧૯મી નવેમ્બરના દિવસે શરૂ થયા બાદ ચાર દિવસ સુધી ચાલનાર હતી. પરંતુ પ્રદેશના એકમે આઠ દિવસ સુધી યોગીની સભા યોજવા માટેની માંગ કરી છે. મધ્યપ્રદેશમાં ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન યોજનાર છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ લાંબા સમયથી સત્તામાં છે. ભાજપ સત્તા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપ પ્રમુખ અમિત શાહે તમામ તાકાત લગાવી દીધી છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે મહિનાથી ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. વડાપ્રધાન પણ હવે ઝંઝાવતી પ્રચાર કરનાર છે. આવી સ્થિતીમાં ભાજપે હવે મધ્યપ્રદેશમા તમામ તાકાત ઝીંકી દીધી છે.
શિવરાજ સિંહ સાથે હાલમાં શાસન વિરોધી પરિબળો છે. છેલ્લા દશકથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર રહેલી છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ તાકાત લગાવી દીધી છે. કારણ કે તે શાસન વિરોધી પરિબળનો લાભ લેવા ઇચ્છક છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ જોરદાર પ્રચાર કરીને રાફેલ, બેરોજગારી, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે. મોદી પર સીધી રીતે રાહુલ પ્રહાર કરી રહ્યા છે.
કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિન્ધિયા પણ પ્રચારમાં વ્યસ્ત છે. આ વખતે ચૂઠણી ભાજપ શાસિત રાજ્યો માટે ખુબ ઉપયોગી બની ગઇ છે. કારણ કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતીમાં ભાજપને જો ઇચ્છિત પરિણામ નહીં મળે તો કોંગ્રેસને ફાયદો થશે અને તે મોદી સામે વધારે લડાયક રીતે મેદાનમાં ઉતરી જશે.
ભાજપ તરફથી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત તમામ સ્ટાર પ્રચારકો અને પાર્ટીના કાર્યકરોને આક્રમક રીતે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપ સમર્થિત સંગંઠનો પણ જોરદાર રીતે સક્રિય છે જેમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંધ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ સામેલ છે.

Related posts

अयोध्या ढांचा विध्‍वंस मामले में जज के रिटायरमेंट पर UP सरकार से SC ने मांगा जवाब

aapnugujarat

ઝેરી પ્રદૂષણ : દિલ્હીમાં બધી સ્કુલ ૧૨મી સુધી બંધ જાહેર

aapnugujarat

૨૦૧૯માં પીએમ બનશે શરદ પવાર, હવે મોદી લહેર ગાયબઃ પ્રફૂલ્લ પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1