Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય લોકતંત્ર પર હુમલો છે ‘એક રાષ્ટ્ર-એક ચૂંટણી’નો વિચારઃ હામિદ અંસારી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાનો વિરોધ કર્યો છે. તેમણે એક રાષ્ટ્ર, એક ચૂંટણીની થિયરીને ’ભારતીય લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે.’
એક ઇન્ટરવ્યૂમાં અંસારીએ કહ્યું છે કે, ’ભારત વિવિધતાની ધરતી છે. એક મોટા દેશ માટે એક ચૂંટણી કરાવવાની વાત માત્ર અસંભવ વિચાર છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ધણાં તબક્કાઓમાં સુરક્ષા જરૂરી છે. તો ચૂંટણી એક સાથે થાય તો દેશભરમાં સુરક્ષા કઇ રીતે આપી શકાય?’
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ભારતમાં ચૂંટણી જીત માટે ’ફર્સ્ટ પોસ્ટ ધ પોસ્ટ’ વ્યવસ્થા પર પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે સમસ્યા એ છે કે મોટાભાગનાં નેતાને ૫૦ ટકાથી વધારે વોટ નથી મળતાં. તે છતાંપણ તેઓ આ વાતનો દાવો કઇ રીતે કરી શકે કે તે આખા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે?
નોંધનીય છે કે અંસારીની આ ટિપ્પણી તે વખતે આવી જ્યારે લો કમીશન રાજનીતિક દળોની સાથે ચર્ચા પછી એક સાથે ચૂંટણી પર રિપોર્ટ તૈયાર કરી રહ્યાં છે.
અંસારીએ ભારતના અલ્પસંખ્યકોના ’અસુરક્ષાનો માહોલ’ અંગે પણ ઘણી વાત કરી છે. તેમણે કહ્યું કે, ’આપણે સમજવું પડશે કે આટલા વર્ષો પછી પણ, સચ્ચર પેનલની ભલામણોને સંપૂર્ણરીતે અમલમાં નથી લાવી શકાઇ. ’અન્ય’ બનાવવાનું આ પર્યાવરણ અમારા લોકતંત્રને નુકશાન પહોંચાડે છે.’
અલીગઠ મુસ્લિમ વિશ્વવિદ્યાલય જેવા અલ્પસંખ્યક સંસ્થાનોમાં દલિતો માટે આરક્ષણ માંગવાના વિશિષ્ટ પ્રસ્તાવ પર પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી અંસારીએ કહ્યું, ’લોકોએ કાયદાને ધ્યાનથી જોવો જોઇએ. ઘણી સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે તે કઇ એજન્સી છે જે કોઇપણ વિશ્વવિદ્યાલય માટે ઘનનો પ્રબંધ કરી શકે છે.

Related posts

માયાવતીને જાદુ કી ઝપ્પી આપવાનાં સૂચન બદલ સંજય દત્ત સામે સમન્સ

aapnugujarat

ચેનલની પસંદગી માટે ટ્રાઇ દ્વારા મહેતલ અપાઈ

aapnugujarat

ઉદ્યોગપતિઓની દેશનાં નિર્માણમાં ભૂમિકા : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1