Aapnu Gujarat
મનોરંજન

કહાની ઘર ઘર કી : મારાં પુત્રો મારું માનતાં નથી : માધુરી

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત આજકાલ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ને જજ કરી રહી છે. આ શો માં હાલમાં જ માધુરીએ પોતાની પર્સનલ લાઇફથી જોડાયેલી એક એવી વાત કહી જેને સાંભળીને બધા લોકો ચોંકી ગયા હતા. રિપોટ્‌ર્સ પ્રમાણે, ‘માધુરીએ શો દરમિયાન કહ્યું કે એના પુત્રો એને મહત્વ આપતા જ નથી.’
રિપોટ્‌ર્સ અનુસાર શો દરમિયાન એક કન્ટેસ્ટેન્ટે પોતાની પર્ફોમન્સને પોતાની મા ને ડેડીકેટ કર્યું ત્યારબાદ શો માં હાજર દરેક લોકો ઇમોશનલ થઇ ગયા હતા. પર્ફોમન્સ આપ્યા બાદ એ કન્ટેસ્ટેન્ટે કહ્યું, ‘મે મારી માને નજરઅંદાજ કરી અને એને મહત્વ નહીં આપવાનો પસ્તાવો છે.’
તે પછી માધુરીએ કહ્યું, ‘ક્યારેક ક્યારેક મારા દીકરાઓ પણ મને મહત્વ આપતા નથી અને મને એ સમયે ખરાબ લાગે છે જ્યારે હું વારંવાર બોલાવું છું, પરંતુ હું કંઇ નથી કરી શકતી.’
માધુરીએ આગળ કહ્યું કે, ‘જ્યારે હું નાની હતી તો હું પણ આવું કરતી હતી, પરંતુ હું મા છું તો મને ખબર છે કે એ કેવું લાગે છે. આ દુનિયામાં દરેક મા પોતાના બાળકોને લઇને ખૂબ પ્રોટેક્ટિવ હોય છે.

Related posts

महिला प्रधान फिल्म कहते हैं तो बड़ी चिढ़ होती है मुझे : अक्षय कुमार

aapnugujarat

ન્યુડ સીન ખચકાટ થાય છે : સ્કારલેટ

aapnugujarat

१० साल लगे ‘फन्ने खान’ बनाने में : मेहरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1