Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશના ૫૦૦૦ ગામડામાં વિજળી નથી પહોંચી!

દેશનાં તમામ ગામો સુધી વિજળી પહોંડવાનો દાવો કરતી મોદી સરકારને તેમની જ સરકારનો ઇન્ટરનલ રિપોર્ટ લાગે છે કે ખુલ્લા પાડી રહ્યું છે. વડાપ્રધાન વારંવાર પોતાના ભાષણમાં જણાવતાં હોય છે કે દેશનાં તમામ ગામો સુધી વિજળી પહોંચી ગઈ છે. પરંતુ કેન્દ્રીય ગ્રામિણ વિકાસનાં રિપોર્ટ અનુસાર જોઈએ તો હજી પણ દેશનાં ૫૦૦૦ ગામોમાં વિજળી પહોંચાડવાની બાકી છે, જેમા ઉત્તરપ્રદેશમાં સૌથી વધું ગામડાઓ છે કે જ્યાં હજી સુધી વીજળી પહોંચાડવાની બાકી છે લગભગ ૧૦૪૪ ગામડા છે ત્યાર બાદ ઓડીસા અને બિહારનો નંબર આવે છે.રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લગભગ તમામ રાજ્યમાં એવા ગામડાઓ છે કે જ્યા વિદ્યુતીકરણ હજી બાકી છે તેની પાછળનું કારણ સાધનોની અછત અને અધિકારીઓની લાપરવાહી બતાવવામાં આવી છે.
મંત્રાલય તરફથી જણાવવામાં આવેલ આંકડા જોઈએ તો ઉત્તરપ્રદેશમાં સૌથી વધું ગામો છે જ્યાં વીજળી બાકી છે,ત્યારબાદ ઓડીસા અને બિહારમાં આ ગામોની સંખ્યા ૬૬૬ અને ૫૩૩ છે જેમાં વિજળી પહોંચાડવાની બાકી છે. ગ્રામિણ વિકાસ મંત્રાલયે આ ગામડાઓને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે જેમાં વીજળીનાં કલાકોને આધારે વહેચવામાં આવી છે. કેટેગરી અનુસાર જે ગામડાઓમાં રોજની ૧થી ૪ કલાક વીજળી આવે છે તેવા ગામડાની સંખ્યા ૬૫૮૬ છે. ૫થી ૮ કલાક વાળા ગામો ૧૪૬૭૨ છે તથા ૯થી ૧૨ કલાકની વીજળી મળતી હોઈ તેવા ગામોની સંખ્યા ૩૭૧૬૮ છે.

Related posts

રાજપૂત નેતાની જાહેરાત, ભણસાલી તેમની માતા પર ફિલ્મ બનાવશે

aapnugujarat

મોદી વારાણસીના કોઇપણ ગામમાં ગયા નથી : પ્રિયંકા

aapnugujarat

ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી તમામ પદેથી રાજીનામું આપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1