Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઇરાનથી તેલની આયાતમાં ઘટાડો કરવા ભારત તૈયાર

ઇરાન તરફથી તેલની આયાતમાં ઘટાડો કરવાની તૈયારી ભારત દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અમેરિકાના દબાણ સમક્ષ ઝુંકીને ભારત આ દિશામાં આગળ વધી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નવેમ્બરથી ઇરાનિયન તેલની ઝીરો આયાત અથવા ધરખમ ઘટાડા માટે તૈયારી કરવા રિફાઈનરીઓને સૂચના આપી દેવામાં આવી છે. એવા સંકેત મળી રહ્યા છે કે, ઇરાન સાથે વેપાર સંબંધો અમેરિકાએ તોડી દીધા બાદ તેની સીધી અસર અન્ય દેશો ઉપર થશે. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા એક પક્ષીય નિયંત્રણોને તે માન્યતા આપતું નથી પરંતુ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો મુજબ તે આગળ વધશે. જો કે, ઇન્ડસ્ટ્રી સુત્રોનું કહેવું છે કે, ચીન બાદ ઇરાનિયન તેલની સૌથી વધુ ખરીદી ભારત દ્વારા કરવામાં આવે છે. યુએસ ફાઈનાન્સિયલ સિસ્ટમ દ્વારા લેવામાં આવેલા પગલાની અસર દેખાઈ રહી છે. ભારતમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આજે રિફાઈનરીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને ઇરાનિયન ઓઇલના વિકલ્પ માટે રસ્તા શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. પરિસ્થિતિ હજુ પણ જટિલ બનેલી છે ત્યારે કોઇપણ સ્થિતિનો સામનો કરવા તૈયારી રાખવા રિફાઇનરીઓને કહેવામાં આવ્યું છે.
ધરખમ ઘટાડો કરવા અથવા તો આયાત ન કરવા માટે કહેવામાં આવ્યું છે. સમગ્ર મામલા પર નજર રાખનાર સત્તારવાર સૂત્રોએ કહ્યું છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઇરાન પરના પ્રતિબંધની અસર હવે દેખાઈ રહી છે. પ્રતિબંધના અગાઉના રાઉન્ડ દરમિાયન ભારત સહિતના કેટલાક દેશોએ ઇરાનિયન તેલની ખરીદી જારી રાખી હતી. અલબત્ત આયાતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. શિંપિંગ, ઇન્સ્યોરન્સ અને બેંકિંગ ચેનલ યુરોપિયન અને અમેરિકી પ્રતિબંધના કારણે અટવાઈ પડ્યા હતા.

Related posts

सोना स्थिर, चांदी 100 रुपए चमकी

aapnugujarat

મુંબઈમાં દૂધની તંગી

aapnugujarat

13-14 जून : राज्यों-केंद्र शासित प्रदेशों के प्रमुख नेताओं की शाह बुलाई बैठक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1