Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૭૯, નિફ્ટીમાં ૮૨ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એકબાજુ સેંસેક્સ ૧૭૯ પોઇન્ટ ઘટીને ૩૫૦૩૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે ૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૫૮૯ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેંકના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે પણ કારોબાર દરમિયાન અમેરિકી ડોલર સામે રૂપિયો ઓલટાઈમ નીચી સપાટીએ રહ્યો હતો. સ્થાનિક મોરચે માઇક્રો આર્થિક પરિબળો નબળા હોવાના લીધે તેની અસર જોવા મળી હતી.
રૂપિયો આજે ભારે ઉથલપાથલ સાથે રહ્યો હતો. એશિયન શેરબજારમાં નવ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. ટ્રેડવોરને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. બીજી બાજુ કોમોડિટી ક્ષેત્રે અમેરિકી તેલ કિંમતો સાડા ત્રણ વર્ષની ઉંચી સપાટીથી નીચે પહોંચી ગઈ છે. અમેરિકા અને સાઉદી અરેબિયા તથા રશિયા તરફથી ઉંચા ઉત્પાદન વચ્ચે કિંમતો ઘટી છે. સપ્લાયને લઇને ખલેલ આવી રહી છે. લિબિયન નિકાસને લઈને અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી અધિકારીઓએ નવેમ્બરથી ઈરાનિયન ક્રુડની ખરીદી ન કરવા આયાતકારોને આદેશ કર્યો છે. કારોબારના અંતે ગઇકાલે સેંસેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. અમેરિકા અને ચીન સહિત જુદા જુદા દેશો વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ ચાલી રહી છે જેના કારણે મૂડીરોકાણકારો રોકાણ કરવાની સ્થિતિમાં દેખાઈ રહ્યા નથી. ઔરંગાબાદ સ્થિત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એન્જિનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓ કરવામાં આવ્યો હતો. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાટ્‌ર્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એન્જિનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે. તાજેતરમાં જ બે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ આને લઇને મજબૂત પ્રતિસાદ મળી શકે છે. રાઇટ્‌સ અને ફાઈન ઓર્ગેનિક જેવા બે આઈપીઓને લઇને ભારે ઉત્સુકતા છે. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. કારોબારી હાલ રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.

Related posts

નામ, સરનામું અને જન્મતિથિનાં પુરાવા માટે આધારકાર્ડ યોગ્ય નથી : અલ્હાબાદ હાઇકોર્ટ

aapnugujarat

स्पीड अलर्ट और पार्किंग सेंसर्स २०१९ से अनिवार्य

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : સંઘ સક્રિય થતાં ભાજપને રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1