Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા મૂડી માર્કેટમાંથી ૧૪,૫૦૦ કરોડ ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૧૪૫૦૦ કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે આ જંગી રકમ પરત ખેંચવામાં આવી છે. આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અપનાવવામાં આવેલા વલણની અસર પણ જોવામાં આવી રહી છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા આ વર્ષે હજુ સુધી ઇક્વિટી અને ડેબ્ટ મળીને ૪૬૬૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ પાછી ખેંચી લેવામાં આવી છે. ડિપોઝિટરો સમક્ષ રહેલી માહિતીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૯૨૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પહેલીથી ૨૨મી જૂન વચ્ચેના ગાળા દરમિયાન આ જંગી રકમ પાછી ખેંચવામાં આવી છે. આની સાથે જ પાછી ખેંચવામાં આવેલી રકમનો આંકડો ૧૪૫૭૯ કરોડનો રહ્યો છે. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ૪૫૦૦૦ કરોડની રકમ પરત ખેંચવામાં આવી છે. તે પહેલા વિદેશી રોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા હતા. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ ૧૧૬૫૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. આવા મૂડીરોકાણકારોનું વલણ હાલમાં ખુબ જ અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોનસુનની સિઝન અને ખરીફ સિઝન આશાસ્પદ દેખાઈ રહી છે ત્યારે વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. નવેસરના ડેટા દર્શાવે છે કે, વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ઇક્વિટીમાંથી ૧૦૦૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૯૬૫૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આની સાથે જ કુલ ૨૯૭૧૪ કરોડ રૂપિયા અથવા તો ૪.૪ અબજ ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચાયા છે. નવેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૩૯૩૯૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે.

Related posts

पाकिस्तान ने भारत के लिए खोला अपना एयर स्पेस

aapnugujarat

જિંદ પેટા ચૂંટણીમાં ભાજપની જીત

aapnugujarat

सरायकेला में पुलिस टीम पर नक्सली हमला, ५ जवान शहीद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1