Aapnu Gujarat
મનોરંજન

લક અને મહેનતના કારણે સલમાનની ફિલ્મ મળી છે : દિશા પટણી

એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટણીને હવે વધારે એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તેને સલમાન ખાનની મોટી ફિલ્મ ભારત મળતા તે ભારે ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે ટોપ સ્ટાર પ્રિયંકા ચોપડા પણ કામ કરી રહી છે. ભારત ફિલ્મ સાઇન કર્યા બાદ પ્રથમ વખત મિડિયા સાથે વાતચીત કરતા દિશાએ કહ્યુ છે કે લક અને મહેનતના કારણે તેને આ સફળતા મળી રહી છે. સલમાન ખાનની ફિલ્મ મળતા તે કહે છે કે તે ગર્વ અનુભવ કરી રહી છે. દિશા કહે છે કે તે ખુબ લકી છે. તેના ભાગ્યે સાથ આપ્યો છે. ભગવાન અને પરિવારના પ્રેમના કારણે તેને સફળતા મળી રહી છે. તેની પાસે હાલમાં ખુબ કામ આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે નિર્માતા નિર્દેશકોની અપેક્ષાને પૂર્ણ કરીને તે આગળ વધવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે મહેનતના કારણે જ તમામ સફળતા વ્યક્તિ મેળવી શકે છે. મહેનત કરવાથી હમેંશા સારા પરિણામ મળે છે. દિશા કહે છે કે સારા ભાગ્યના કારણે તેને કલાકાર તરીકે લોકોની સમક્ષ રજૂ થવાની તક મળી છે. તેની ફિલ્મો પણ સારો કારોબાર કરી રહી છે. તેની કુશળતાને સાબિત કરવા માટે તે ઉત્સુક છે. ભારત ફિલ્મમાં પોતાની ભૂમિકાને લઇને દિશા હાલમાં કોઇ વાત કરી રહી નથી. તેનુ કહેવુ છે કે ફિલ્મનુ શુટિંગ ક્યારે શરૂ કરવામાં આવનાર છે તે સંબંધમાં કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ભારતમાં દિશા ઉપરાંત સુપરસ્ટાર અબિનેત્રી પ્રિયંકા ચોપડા કામ કરી રહી છે. દિશા બોલિવુડમાં હાલ ચર્ચામાં છે. તેના ટાઇગર સાથે સંબંધોની ચારેબાજુ ચર્ચા રહી છે. ટાઇગર અને તે કેટલીક વખત એક સાથે પણ નજરે પડી ચુક્યા છે. સલમાન હાલમાં રેસ-૩ના પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ નથી. પરંતુ ટુંકમાં જ શુટિંગની શરૂઆત કરી દેવામનાં આવનાર છે.

Related posts

વરૂણ ધવન જુડવા-૨ ફિલ્મને લઇને ખુશ

aapnugujarat

अभिषेक का फेसबुक और इंस्टाग्राम अकाउंट हुए हैक

aapnugujarat

कपिल के वेडिंग रिसेप्शन में रणवीर-दीपिका ने ढाया कहर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1