Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપડા બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રી

પ્રિયંકા ચોપડા બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ધુમ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા હવે સૌથી મોઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે દિપિકા કરતા પણ વધારે ફી મેળવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ સંજય લીલાની ફિલ્મ પદ્માવ ફિલ્મમાં કામ કરવા માટે દિપિકાએ ૧૨ કરોડ રૂપિયા લીધા હતા. જેની સામે પ્રિયંકા ચોપડા હવે તેના કરતા આગળ નિકળી ગઇ છે. પ્રિયંકા ચોપડાએ ૧૪ કરોડ રૂપિયાની માંગ કરી છે. પ્રિયંકા ચોપડા તેના કરતા વધારે આગળ દેખાઇ રહી છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં કામ કરવા માટે દિપિકાએ ૧૪ કરોડ રૂપિયાની માંગ કરી છે. દિપિકા અને પ્રિયંકા હવે બોલિવુડની સૌથી વધારે મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. પ્રિયંકા ચોપડા હાલના દિવસોમાં હોલિવુડમાં ખુબ લોકપ્રિય થઇ ચુકી છે. જો કે તે હાલના દિવસોમાં હોલિવુડ સિંગર નિક જોનસ સાથે પોતાના સંબંધના કારણે પણ ચર્ચામાં છે. જે તેના કરતા આશરે ૧૦ વર્ષ નાનો છે. હાલના સમયમાં બન્ને કેટલાક ઇવેન્ટમાં સો નજરે પડ્યા છે. તાજેતરમાં નિકના સંબંધીના લગ્નમાં પણ પ્રિયંકા ચોપડા પહોંચી હતી. જેના કારણે તે ભારતીય મિડિયામાં ખુબ ચર્ચામાં રહી હતી.
લગ્નને લઇને જે ફોટો વાયરલ થયા હતા તેમાં નિક અને પ્રિયંકા ચોપડા એકબીજાની ખુબ નજીક દેખાઇ રહ્યા હતા. બંને એકબીજાની સાથે ખુબ ખુશ પણ દેખાઇ રહ્યા હતા. પ્રિયંકા ચોપડા હાલમાં જ બોલિવુડની કેટલીક ફિલ્મ સાઇન કરી ચુકી છે. જેમાં એતરાજની સિક્વલ, સલમાનની ભારતનો સમાવેશ થાય છે. ઉપરાંત પણતે કેટલાક પ્રોજેક્ટ પર આગળ વધી રહી છે. હાલમાં તે અમેરિકાના ટીવી શો ક્વાન્ટિકોના કારણે ખુબ લોકપ્રિય થઇ ગઇ છે. સલમાન ખાન સાથે ફિલ્મને લઇને પ્રિયંકા ચોપડા ભારે ખુશ દેખાઇ રહી છે.

Related posts

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

aapnugujarat

લંડનમાં આલિયા ભટ્ટના નામે કરણે રેસ્ટોરાંમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ

aapnugujarat

‘Kabir Singh’ gets U/A certificate from censor board

aapnugujarat

Leave a Comment

UA-96247877-1