Aapnu Gujarat
મનોરંજન

ટાઇગરની સાથે કૃતિ સનુન ફરી નજરે પડશે

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જોયુ નથી. જો કે બન્નેની જોડી હિરોપંતિ બાદ સાથે દેખાઇ નથી. કૃતિએ ગુરૂવારના દિવસે બાગી-૨ની ખાસ સ્કિનિંગ પ્રસંગે ટાઇગરની ભારે પ્રશંસા કરી હતી. તેનુ કહેવુ છે કે અમે એક સાથે બોલિવુડમાં આવ્યા હતા. ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવી હતી. બાગી-૩નો હિસ્સો બનવાને લઇને પુછવામાં આવતા કૃતિએ કહ્યુ હતુ કે તે આ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી. જો કો તે ચોક્કસપણે ટાઇગરની સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે ટાઇગર પર ગર્વ અનુભવ કરે છે. તે દરેક ફિલ્મ સાથે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહ્યો છે. બીજી બાજુ કૃતિ પણ સારી સારી ફિલ્મો હવે મેળવી રહી છે. તે હવે હાઉસફુલ-૪ ફિલ્મમાં નજરે પડનાર છે. તે આ ફિલ્મની ટીમ સાથે જોડાઇને ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખ છે. સાજિદ નડિયાદવાળા દ્વારા નિર્મિત આ ફિલ્મ હાઉસફુલ-૪ મારફતે તે ફરી એકવાર નિર્દેશનના ક્ષેત્રમાં એન્ટ્રી કરનાર છે. નિર્દેશક તરીકે સાજિદ બીજી ઇનિગ્સ શરૂ કરનાર છે. આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. હાફસફુલના અગાઉના તમામ ભાગ સુપરહિટ રહ્યા છે. જેથી ફિલ્મને લઇને ચાહકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આ ફિલ્મના તમામ ભાગ કોમેડીથી ભરપુર રહ્યા છે.ટાઇગર અને કૃતિની જોડી હિરોપંતિમાં તમામને ગમી હતી.

Related posts

મનીશ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે

aapnugujarat

‘मेरे हाथों में नौ-नौ चूडियां’ गाने पर डांस करेंगी जाह्नवी

aapnugujarat

हम दोनों के बीच अफेयर की संभावना जीरो प्रतिशत है : निधि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1