Aapnu Gujarat
ગુજરાત

તા.૨૧ મી એ ધાબા ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી

તા.૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં અંદાજે ૧૨૪૧ થી વધુ યોગકેન્દ્રો ખાતે અંદાજે ૧.૮૮ લાખથી વધુ જનસંખ્યા યોગમાં ભાગ લે તેવું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન ઘડી કરાયું છે. આ યોગના કાર્યક્રમમાં સૌ મોટા પ્રમાણમાં જોડાઇ તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જિલ્લા પંચાયતનાં સભાખંડ ખાતે તાજેતરમાં બેઠક કરી સુદ્રઢ આયોજન સાથે સમિતિ બનાવી વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટશ્રી ડી.કે.બારીયા, ડી.આર.ડી.એ. નિયામકશ્રી જી.આર.ધાકરે, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી મહેશ ચૌધરી, જિલ્લા સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, વિવિધ સમિતિઓએ પોતાની જવાબદારીઓ અદા કરી વધુ લોકો આ ઉજવણીમાં ભાગ લે તે માટે પ્રયાસો કરવાની સૂચના આપી હતી.
આ વર્ષે પણ નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ધાબા ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં ૫ જિલ્લાકક્ષાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૧૧ હજારથી વધુ, તાલુકાકક્ષાના યોગકેન્દ્રોમાં અંદાજિત ૮૫૦૦ થી વધુ, નગરપાલિકાના બે કેન્દ્રોમાં ૨૧૫૦, પ્રાથમિક શાળાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૯૫ હજાર, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૨૩,૫૦૦, આઇ.ટી.આઇ. સહિતની કોલેજોના કેન્દ્રોમાં અંદાજિત ૨,૭૦૦, જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૩૪,૧૫૦, તમામ સહભાગી તેમજ અન્ય ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૧૧,૪૦૦ જેટલી જનમેદની દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ- ૩૪ યોગ ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

Related posts

गुजरात : 6 नगर निगम का कार्यकाल खत्म

editor

નડીઆદ ખાતે રાજયવ્યાપી એકતા યાત્રાનું સમાપન

aapnugujarat

ભાજપ વિસનગર, વિજાપુર, મહેસાણા મંડલની બેઠક યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1