Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આજે નિર્ણય

કોર્પોરેટ જગત, શેરબજાર અને અન્ય સામાન્ય લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે આરબીઆઇની નાણાંકીય નિતિ સમીક્ષાની બેઠક ( એમપીસી)ના પરિણામ આજે જાહેર કરવામાં આવનાર છે. એમપીસી હાલમાં વર્તમાન સ્થિતી વચ્ચે પોલીસી રેટ યથાવત રાખે તેવી શક્યતા દેખાઇ રહી છે. પરંતુ ઓગષ્ટમાં જ્યારે આગામી પોલીસી બેઠક મળશે ત્યારે વ્યાજદરમાં અથવા તો રેટમાં વધારો કરવામાં આવશે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે હાલમાં રેટમાં કોઇ વધારો કરવામાં આવનાર નથી. મિન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૧૫ ટોપ અર્થશાસ્ત્રીઓ દ્વારા તેમના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૧ અર્થશાસ્ત્રીઓએ દાવો કર્યો હતો કે રેપો રેટને હાલમાં અકબંધ રાખવામાં આવનાર છે. રેપો રેટ એ રેટ છે જે રેટમાં બેકિંગ સિસ્ટમમાં સેન્ટ્ર્‌લ બેંક નાણાં ઠાલવે છે. રેપો રેટને હાલમાં છ ટકાના દરે યથાવત રાખવામાં આવનાર છે. ૧૫ પૈકીના માત્ર ચાર અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઇ રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી શકે છે. છેલ્લી પોલીસી બાદથી કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ૪.૪ ટકાથી વધીને એપ્રિલ મહિનામાં ૪.૬ ટકા થઇ ગયો છે. જે સેન્ટ્રલ બેંકના ટાર્ગેટ કરતા વધારે છે. અર્થશાસ્ત્રીઓ નક્કરપણે માને છે કે હાલમાં વ્યાજદરમાં કોઇ મોટા ફેરફાર થનાર નથી. કોઇ પણ નિર્ણય લેતા પહેલા એમપીસીના સભ્યો મોનસુનની સ્થિતી પર પણ નજર રાખી રહ્યા છે. અગાઉ પાંચમી એપ્રિલના દિવસે તેની છેલ્લી પોલીસી મિટિંગમાં રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતો. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. એપ્રિલ પહેલા તેની ફેબ્રુઆરી સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તેની છેલ્લી ત્રણ પોલિસી સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપોરેટને યથાવત રાખ્યા છે. છેલ્લે ઓગસ્ટ મહિનામાં બેંચમાર્ક લેન્ડિંગ રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને છ ટકા કરવામાં આવ્યો હતો. આની સાથે જ લેન્ડિંગ રેટ છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રેપોરેટ એ દર છે જેના આધાર પર આરબીઆઈ કોમર્શિયલ બેંકોને નાણાં ધીરે છે જ્યારે સીઆરઆર એક એમાઉન્ટ બેંક તરીકે છે જે આરબીઆઈ સમક્ષ ફરજિયાતપણે જાળવી રાખવાની જરૂર હોય છે.મોટા ભાગના કારોબારીઓ માની રહ્યા છે કે હાલમાં રેટ યથાવત રહેશે. બાજુ સામાન્ય લોકો માટે સારા સમાચાર એ છે કે હાલમાં લોન કોઇ રીતે સસ્તી થનાર નથી. વ્યાજદર હાલમાં ઉંચા રહેવાના સંકેત સામાન્ય લોકોને દેખાઇ રહ્યા છે. માર્કેટ સાથે જોડાયેલા લોકો, કોર્પોરેટ જગતની પણ આના પર નજર છે.

Related posts

લોકસભા ચૂંટણીમાં મહિલાઓ બનશે કિંગમેકર : મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

aapnugujarat

વિશ્વની સૌથી ઝડપી એસયુવી લેંબોર્ગિની કાર દેશમાં લોન્ચ

aapnugujarat

દેશના તમામ ચોરને ચોકીદાર યોગ્ય જગ્યા પર પહોંચાડી દેશે : પૂર્વાંચલમાં વડાપ્રધાન મોદીની સિંહગર્જના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1