Aapnu Gujarat
શિક્ષણ

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૭૭.૩૭ ટકા પરિણામ રહ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતનુ પરિણામ ૫૫.૫૫ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૭.૩૭ ટકા રહ્યુ છે. જ્યારે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૫૪.૦૩ ટકા રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનિઓ વધારે નંબર મેળવી રહી છે. સામાન્ય પ્રવાહના પરિણામની માધ્યમવાઇઝ પરિણામની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૨૫૧૪૩ રહી હતી. જે પૈકી ૪૧૮૨૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં એવન ગ્રેડ મેળવી લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫૨ રહી છે. જ્યારે એ ટુ ગ્રેડ મેળવી લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૩૪૦ રહી છે. ગુજરાતી માધ્યમમાં બીવન ગ્રેડ મેળવી લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૮૫૦ નોંધાઇ ગઇ છે. આવી જ રીતે હિન્દી માધ્યમમાં નવ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવી ગયા છે. એ ટુ ગ્રેડ મેળવી લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૪ રહી છે. અંગ્રેજી માધ્યમની વાત કરવામાં આવે તો ૮૯ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવી ગયા છે. એટુ મેળવી લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૭૫ રહી છે. બી વન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૬૩૭ રહી છે. આ પહેલા જ્યારે વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ ત્યારે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૫૮ ટકા રહ્યું હતુ. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યું હતુ. આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી ૭૭.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે. ગુજરાતી માધ્યમમાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી રહી છે. ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા એકબાજુ ઘટી રહી છે. સાથે સાથે પરિણામ પણ અંગ્રેજી માધ્યમ કરતા ઓછુ જાહેર થઇ રહ્યુ છે. હિન્દી અને અંગ્રેજી માધ્યમને પ્રોત્સાહન આપવાની તાકીદની જરૂરિયાત દેખાઇ રહી છે. ગુજરાતી અને હિન્દી માધ્યમ અંગે જ્ઞાન વિદ્યાર્થીઓને પુરતા પ્રમાણમાં રહે તે જરૂરી છે. હિન્દી ભાષાના જાણકાર લોકો અને સરકાર દ્વારા પણ હિન્દીને મહત્વ આપવામાં આવી રહ્યુ હોવા છતાં આ માધ્યમના વિદ્યાર્થીઓ ચિંતાજનક રીતે ઘટી રહ્યા છે. કેટલીક સ્કુલો તો હવે ઘટતા જતા વિદ્યાર્થીઓ વચ્ચે હિન્દી માધ્યમને બંધ કરવાની દિશામાં પણ આગળ વધી રહી છે. જે વધારે ચિંતા ઉપજાવે તેવી સ્થિતી છે.

Related posts

ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા માર્ચમાં યોજાશે

aapnugujarat

આવતીકાલે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરાશે

aapnugujarat

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પરિણામ : અમદાવાદ શહેરનું ૭૭.૦૧, ગ્રામ્યનું ૮૧.૨૮ ટકા રિઝલ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1