Aapnu Gujarat
મનોરંજન

કામની તલાશમાં ભટકી રહી છે પ્રિયા પ્રકાશ, પોતાને ગણાવી બેરોજગાર

પોતાની એક કાતિલ અદાથી રાતોરાત સનસની મચાવનાર પ્રિયા પ્રકાશ વારિયરની લોકપ્રિયતા વિશે જેટલુ પણ કહીએ તેટલુ ઓછું છે. તેની લોકપ્રિયતાને જોઇને લાગે છે કે તેની પાસે પ્રોજેક્ટસની કોઇ કમી નહી હોય પરંતુ શું પ્રિયા પ્રકાશ હાલ બેરોજગાર છે? શનિવારે ઇન્ટરનેટ સનસનીએ પોતાની ફિલ્મ ઓરૂ અદાર લવને કૉ-સ્ટાર રોશન અબ્દુલ રાઉફ સાથે તસવીર શેર કરતા પોતાને બેરોજગાર ગણાવી.તસવીરમાં પ્રિયા અને રોશન પોઝ આપતા જોવા મળી રહ્યા છે. પ્રિયાના હાથોમાં લાલ ગુલાબ છે અને તસવીર શેર કરતા તેણે લખ્યું કે’જ્યારે તમે બેરોજગાર ફરી રહ્યાં હોય પરંતુ કોઇ તમારી સાથે પોઝ આપવા માટે અને ફોટો લેવા માટે તૈયાર હોય.’
ઉલ્લેખનીય છે કે ચર્ચાઓનું બજાર ગરમ છે કે પ્રિયા ટૂંક સમયમાં બૉલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. રણવીર સિંહ અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ સિમ્બામાં તે કામ કરશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ફિલ્મનું એક સૉન્ગ રિલિઝ કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રિયાના એક્સપ્રેશને દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી અને રાતોરાત લાખો પ્રિયાના લોકો ચાહકો બની ગયા હતા.હવે આ ફિલ્મનું બીજુ સૉન્ગ રિલિઝ કરવામાં આવ્યું છે. તેમં ફરી એકવાર ફિલ્મના હીરો રોશન અબ્દુલ રહૂફ અને પ્રિયા પ્રકાશ પોતાની લવ સ્ટોરીનો જાદુ ચલાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું આ સૉન્ગ સ્કૂલના લૅબ અને પાર્કમાં શુટ કરવામાં આવ્યું છે.

Related posts

किसी थ्रिलर या सस्पेंस ड्रामा में काम करना चाहती हूं : नुशरत भरूचा

aapnugujarat

હુમા પ્રોડક્શન હાઉસ શરૂ કરવા સંપૂર્ણ પણે તૈયાર છે

aapnugujarat

ફિલ્મોની સંખ્યા વધારવામાં પડતી નથી : સોનાક્ષી સિંહા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1