Aapnu Gujarat
ગુજરાત

૨૬મીએ પાટીદાર મહાપંચાયત

ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધુણ્યુ છે. એક તરફ,હાર્દિક પટેલથી છુટા પડેલા પાસના નેતાઓએ અનામતની માંગ સાથે શહીદયાત્રા યોજવા નક્કી કર્યુ છે.હવે હાર્દિક પટેલે પણ ૨૬મીએ ધ્રાંગધ્રા પાસે મોટી માલવણમાં પાટીદાર મહાપંચાયતનુ આયોજન કર્યુ છે.જેમાં અનામતને ટેકો આપવા કોંગ્રેસ-ભાજપના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
હાર્દિક પટેલે આજે કોંગ્રેસ-ભાજપના પાટીદાર ધારાસભ્યોને પત્ર લખી જણાવ્યુ છેકે,છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર યુવાઓએ અનામત માટે લડત આપી રહ્યા છે.
પાટીદાર આંદોલન સમિતી આ આંદોલનને આગળ ધપાવવાની છે જે માટે ૨૬મીએ ધ્રાંગધા પાસેના મોટી માલવણમાં પાટીદાર મહાપંચાયત બોલાવવામાં આવી છે જેમાં સમાજ વચ્ચે બેસીને પાટીદાર ધારાસભ્યોએ સમર્થન આપવુ પડશે.જો તમે મહાપંચાયતમાં ગેરહાજર રહેશો તો,તમે પાટીદાર સમાજની સાથે નથી તેવુ સમજી લઇશું. પાસ બાદ હવે હાર્દિક પટેલે ફરી પાટીદાર આંદોલન સમિતીના નામે અનામત આંદોલન શરુ કરવા તૈયારી શરુ કરી દીધી છે. મોટી માલવણમાં મહાપંચાયતમાં અનામત આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે અને આગામી કાર્યક્રમોની જાહેરાત કરાશે.આમ,ભાજપ સરકારની મુશ્કેલીઓ વધશે કેમકે,પાસ-હાર્દિક પટેલ બંન્ને અનામત આંદોલનના મુદ્દે લડત લડવાના મૂડમાં છે.

Related posts

ફતેહવાડી વિસ્તારમાં પ્રેમાંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

aapnugujarat

Culture Camp at Hare Krishna Mandir, Bhadaj marked an end with Talents Day

aapnugujarat

સિવિલમાં એક દિવસના શિશુને ત્યજીને માતા ફરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1