Aapnu Gujarat
મનોરંજન

રાધિકા બજાર ફિલ્મમાં નવા સેક્સી અવતારમાં હશે

બોલિવુડમાં હોટ અને બોલ્ડ સ્ટાર તરીકે ઉભરેલી રાધિકા આપ્ટે તેની સેક્સી ઇમેજને લઇને બિલકુલ હેરાન નથી. તેને આવી જ ફિલ્મો પણ મળી રહી છે. નવી ફિલ્મમાં હવે એક હોટ, સેક્સી, મહત્વકાંક્ષી ફાયનાન્સિયલ યુવતિની ભૂમિકા અદા કરી રહી છે. નવી ફિલ્મમાં તે નવા જ અવતારમાં ચાહકોની વચ્ચે આવનાર છે. નિખિલ અડવાણી બજાર નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રાધિકાની સાથે સાથે સેફ અલી ખાન અને રાકેશ મહેરાની ભૂમિકા રહેલી છે. નિખિલ અડવાણીની ફિલ્મમાં સેફ અલી ખાનની શાનદાર ભૂમિકા જોવા મળનાર છે. તે બિઝનેસ કારોબારી તરીકે ફિલ્મમાં રહેશે. આ ફિલ્મની સાથે જ વિનોદ મહેરાના પુત્ર રોહન મહેરા બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. તે હાલમાં આ ફિલ્મ માટે મુંબઇમાં શુટિંગ કરી રહી છે. અડવાણીએ માહિતી આપતા કહ્યુ છે કે ફિલ્મ સાથે રોહન મહેરાની બોલિવુડમાં એન્ટ્રી થઇ રહી છે. ચોકલેટ બોય સ્ટાર પુત્ર રોહનની એન્ટ્રીને લઇને પણ ભારે ઉત્સુકતા છે. રોહનની સાથે સાથે એક મજબુત અભિનેતાની ફિલ્મમાં જરૂર હતી. જે હવે સેફ અલી ખાન જરૂરીયાત પૂર્ણ કરી રહ્યો છે. ફિલ્મોમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહેલી રાધિકાએ કહ્યુ છે કે સેફ અને રોહન જેવા કલાકારો સાથે કામ કરીને તે ભારે ખુશ છે. તે ફિલ્મમાં મુંબઇની એક યુવતિ તરીકેની ભૂમિકા અદા કરી રહી છે.
સ્ટોક માર્કેટ અંગે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. વિતેલા વર્ષોમાં વિનોદ મહેરાએ પણ કેટલીક ફિલ્મો કરી હતી. તે વિતેલા વર્ષોમાં સુપરસ્ટાર અભિનેતા પૈકી એક તરીકે રહ્યો હતો. વિનોદ મહેરાએ ઘર જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને પોતાની કુશળતા સાબિત કરી હતી. રાધિકા ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાના કારણે જાણીતી બની છે.

Related posts

હાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે વ્યસ્ત

aapnugujarat

Brad Pitने नस्लभेदी न्याय के लिए 10 लाख डॉलर दान किए

editor

शहीदों की मदद को आगे आए सलमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1