Aapnu Gujarat
શિક્ષણ

મેડિસીનમાં અભ્યાસ વધારે ખર્ચાળ બનવાના સંકેત

ગુજરાતમાં મેડિસીનમાં અભ્યાસ કરવાની બાબત આગામી દિવસોમાં વધારે મોંઘી સાબિત થઇ શકે છે. કારણ કે, પ્રાઇવેટ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો અને પેરામેડિકલ સ્પેક્ટ્રમ દ્વારા ફીમાં ૧૦થી ૩૦ ટકા સુધીના વધારાની માંગણી કરી છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફીમાં જંગી વધારાની માંગણી કરવામાં આવ્યા બાદ મેડિસીનમાં અભ્યાસ કરવાની બાબત વધુ ખર્ચાળ બની શકે છે. મેડિકલમાં હાલ ૨૩ કોલેજો છે અને સીટોની સંખ્યા ૩૬૮૦ છે અને વર્તમાન સરેરાશ ફીની રેંજ વાર્ષિક ૩ લાખથી ૧૭ લાખ રૂપિયાની છે. આવી જ રીતે ડેન્ટલમાં ૧૩ કોલેજો છે અને ૧૧૫૫ સીટો છે જ્યારે ફી ૨.૭થી ૩૫ લાખની છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આને લઇને વાલીઓ પણ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. પ્રતિવાર્ષિક ૬૦૦૦ રૂપિયાની ફી સાથે સરકારી મેડિકલ કોલેજોની સંખ્યામાં મેડિકલ સીટ પણ મહત્વપૂર્ણ બની ગઈ છે. બીજે મેડિકલ કોલેજમાં સીટોની સંખ્યા ૨૫૦ છે જ્યારે એસએસજી વડોદરામાં મેડિકલ સીટોની સંખ્યા ૨૫૦ છે જ્યારે સુરત મેડિકલ કોલેજમાં સીટોની સંખ્યા ૨૫૦ છે. હાલમાં મેડિકલ ફીને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન રહ્યા છે. ખાનગી મેડિકલ કોલેજોમાં જ્યાં ૩૬૮૦ સીટો રહેલી છે. વરિષ્ઠ શિક્ષણ વિભાગના અધિકારીઓ પહેલાથી જ ફીમાં વધારો ૪૫૦૦૦થી લઇને ૨.૫૫ લાખ સુધીનો પ્રતિવાર્ષિકની અપેક્ષા રાખી રહ્યા છે જ્યારે પીજી મેડિકલ કોર્સ ફીમાં વધારો ૧.૫ લાખ સુધીનો રહી શકે છે જ્યાં વર્તમાન ફી પ્રતિવાર્ષિક ૮ લાખ રૂપિયા છે. આ ઉપરાંત મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, આયુર્વેદિક, નર્સિંગ, ફિજિયોથેરાપીની સીટોની ઓફર પણ ગુજરાતમાં પ્રાઈવેટ-સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા કરવામાં આવી રહી છે. જંગી ફી વધારાની માંગ કરાઈ છે.

Related posts

1 फरवरी से खुलेंगे 9वीं और 11वीं कक्षा के स्कूल

editor

બોર્ડ પરીક્ષા : ૨૫૦ કેદીઓ પરીક્ષા આપવા તૈયાર

aapnugujarat

કેનેડામાં ભણવાના ચક્કરમાં 700 ભારતીયો સાથે ફ્રોડઃ ડિપોર્ટ કરવાના બદલે કેનેડા ચાન્સ આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1