Aapnu Gujarat
ગુજરાત

પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણની હત્યા કરનારા ગોલ્ડનની તેના મિત્રોના હાથે જ હત્યા

વિશ્વ હિન્દુ પરિષદના એક સમયના સર્વેસર્વા ડો. પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણની હત્યા કરનારા માથાભારે ગોલ્ડનની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાની વાતને કેન્દ્રમાં રાખી પોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.સુરત કામરેજ ચાર રસ્તા નજીક ગોલ્ડન પ્લાઝામાં સુરતના માથાભારે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની ઘાતકી હત્યા બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. રવિવારની મોડી રાત્રે થયેલી હત્યા બાદ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી હતી. ડો.પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણના મર્ડર કેસના આરોપી ગોલ્ડન ૧૫ દિવસ પહેલાં જ પેરોલ પર છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો. ગોલ્ડનની હત્યા તેના જ સાથીદાર કિશન ખોખર સહિત ૧૦ જણાએ કરી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ગોલ્ડન ઉર્ફે ગૌત્તમ ગોયાણી અને કિશન ખોખરે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ્લભાઈ તોગડિયાના ભાઈ ભરત સહિત બે જણાની ઘાતકી હત્યા કેસના આરોપી હતા. થોડા દિવસ પહેલાં ગોલ્ડન ઉર્ફે ગૌત્તમ ગોયાણી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. અને કામરેજ ખાતે તેની હત્યા કરવામાં આવી હતી. જોકે, તેની હત્યા પાછળનું હજી કોઇ કારણ જાણી શકાયું નથી.ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની હત્યામાં તેના સાથીદાર કિશન ખોખરનું નામ બહાર આવી રહ્યું છે. કિશન અને તેના ૧૦ જેટલા મિત્રોએ રવિવારની મોડી રાત્રે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીને કામરેજ પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦ મીટર દૂર આવેલા ગોલ્ડન પ્લાઝામાં બોલાવી તેને પતાવી ફરાર થઇ ગયા હતા. પોલીસ ગોલ્ડન હત્યા કેસમાં ફરાર તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Related posts

अमराईवाडी के निवासी मेट्रो रेल का काम रोकने रोड पर उतरे

aapnugujarat

શાસ્ત્રીનગરમાં મહિલાએ આત્મહત્યા કરી

aapnugujarat

ધર્મેન્દ્રસિંહ ચંપાવતનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1