Aapnu Gujarat
બિઝનેસ

પ્રતિબંધિત શેલ કંપનીઓ પર ટેક્સ વિભાગની નજર

પ્રતિબંધ મુકવામાં આવેલી તમામ શેલ કંપનીઓ હવે ટેક્સ અધિકારીઓની જાળ હેઠળ હેઠળ આવી ગઈ છે. સીબીડીટી દ્વારા વિગતો આપવા માટે એમસીએને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. શેલ કંપનીઓ દ્વારા ગેરરીતિઓ મોટાપાયે આચારવામાં આવી રહી છે તેવા અહેવાલ વારંવાર આવતા રહ્યા છે. સેન્ટ્ર્‌લ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં તથા રજીસ્ટ્રાર ઓફ કંપનીને શેલ કંપનીઓના સંદર્ભમાં વિગત આપવા માટે સૂચના આપી દીધી છે. કોઈપણ કામગીરીને આગળ વધારતા પહેલા ટેક્સ વિભાગને આ અંગે જાણ કરવા માટે એમસીએને કહેવામાં આવ્યું છે. ટેક્સ વિભાગનું કહેવું છે કે આ પ્રકારની કંપનીઓ સાથે સંબંધિત વિગતો મેળવવામાં આવે તે ખૂબ જરૂરી છે. ૩૧મી મે સુધીમાં તમામ પ્રકારની વિગત આપવા માટે કહેવામાં આવી ચુક્યું છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા શેલ કંપનીઓની ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ મહિનાના અંત પહેલા એનસીએલટી સમક્ષ શેલ કંપનીઓ સામે કેસ દાખલ કરવા નોડલ અધિકારીઓને સૂચના અપાઈ છે. શેલ કંપનીઓને લઈને મોદી સરકાર ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે.

Related posts

मुझे तो खुद नोट बदल ने के लिए भारत आना पडा : राजन

aapnugujarat

અખાત્રીજ પૂર્વે ભાવ ઘટતાં સોનામાં સુગંધ ભળી

aapnugujarat

હવે પતંજલિનું જીન્સ પણ બજારમાં આવશે !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1