Aapnu Gujarat
રાષ્ટ્રીય

એમએસપી પ્રાપ્તિ મોડલ પર ફેરકામગીરી શરૂ કરી દેવાઈ

કેન્દ્ર સરકાર લઘુત્તમ સમર્થન મૂલ્યને લઈને કેટલીક તકલીફોનો સામનો કરી રહી હોવાના અહેવાલ મળ્યા છે. અગાઉ સરકારે કહ્યું હતું કે પાક માટે ફુલ પ્રુફ પ્રાપ્તિ મોડલ વિકસિત કરવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે પરંતુ આને લઈને ઉદાસીનતા દેખાઈ રહી છે. ફંડની અડચણો પણ આવી રહી છે. જોકે હવે એવું જાણવા મળ્યું છે કે નાણા મંત્રાલય દ્વારા કૃષિ મંત્રાલયને એવી સૂચના આપવામાં આવી છે કે લાંબા ગાળા સુધી ૨૦૦ થી ૨૫૦ અબજ રૂપિયાનો કોઈપણ પ્રકારની વાર્ષિક ખર્ચ પહોંચી વળાય તેવી સ્થિતિ નથી. જોકે એમએસપી પ્રાપ્તિ મોડલના સંદર્ભમાં ફરીથી વિચારણા કરવા કૃષિ મંત્રાલયને કહેવામાં આવ્યું છે. ત્રણ સપ્તાહ અગાઉ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓએ કહ્યું છે કે લાંબા ગાળાની એમએસપી યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. નોર્થ બ્લોકમાં પોલિસી મેકરનું કહેવું છે કે કૃષિ મંત્રાલયના અધિકારીઓને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. ફન્ડીંગ અને પ્રાપ્તિની પદ્ધતિ ઉપર ફેરવિચારણા કરવામાં આવનાર છે. પ્રાપ્તિની સિસ્ટમને લઈને અન્ય વિકલ્પો ઉપર પણ વાતચીત ચાલી રહી છે. અન્ય વિકલ્પો કામ કરી શકે તેવા છે કે કેમ તેને લઈને પણ વાતચીત ચાલી રહી છે. શ્રેણીબદ્ધ સૂચનો આવી ચુક્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે લાંબા ગાળે ૨૦૦ થી ૨૫૦ અબજ રૂપિયાનો વાર્ષિક ખર્ચ પહોંચી વળાય તેવી સ્થિતિ દેખાઈ રહી નથી. નીતિ આયોગનું કહેવું છે કે પ્રાપ્તિ માટેના મોડલને લઈને ફેરકામગીરી ચાલી રહી છે. ભાવાંતર ભૂગતાન યોજના જે મધ્યપ્રદેશ સરકારની અસરકારક યોજના છે. આ સ્કીમ હેઠળ રાજ્યો એક મર્યાદા સુધી નક્કી કરવામાં આવેલા એમએસપીના નીચે વેચાણ બદલ ખેડૂતોને નુકસાન માટે નાણાં ચૂકવણી કરે છે. મધ્યપ્રદેશમાં આ સ્કીમ ૨૦૧૭ ખરીફ સિઝનમાં શરૂ કરવામાં આવી હતી જે આગામી રવિ સિઝન સુધી ચાલુ રહી શકે છે. અન્ય મોડલો જે કેન્દ્ર સરકાર દ્વારા વિચારવામાં આવી રહ્યા છે તેમાં વધુ સીધા મોડલ ખરીદીના રહેલા છે. એમએસપીથી નીચે કિંમત જવાની સ્થિતિમાં કોમોડિટીને સીધી રીતે ખરીદી લેવામાં આવનાર છે. જેમાં કેન્દ્ર સરકારની હિસ્સેદારી પણ નુકસાનમાં રહેશે. ૨૦૧૮-૧૯ના બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ એમએસપી તેમના ઉત્પાદન કરતા ૫૦ ટકા વધારે રહેશે. નીતિ આયોગને પણ આ સંદર્ભમાં પ્રાપ્તિ મોડલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ખેડૂતોને ફાયદો થઈ શકે છે. નીતિ આયોગની સૂચના અપાયા બાદ પ્રાપ્તિના ત્રણ મોડલ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં એમએએસ, પ્રાઈઝ ડિફિસિયન્સીનો સમાવેશ થાય છે.

Related posts

વડાપ્રધાન મોદી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે

editor

जम्मू-कश्मीर में लाएंगे अलग वजीर-ए-आजम की व्यवस्था : उमर अब्दुल्ला

aapnugujarat

દેશને જાતિવાદ અને પરિવારવાદમાં વહેંચી રહ્યું છે મહાઠગબંધન : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1