Aapnu Gujarat
Uncategorized

વેરાવળ લવજેહાદ : તારા અશ્લીલ ફોટો વાયરલ કરી દેશું કહી પાંચ મુસ્લિમ યુવકોનો બળાત્કાર

વેરાવળ નજીકના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને ત્રણ વર્ષથી અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પાંચ યુવકો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પાંચ મુસ્લિમ યુવકો સામે દુષ્કર્મ કરીને શોષણ કરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ કરી છે. આ મામલે હાલ પોલીસે આરોપીઓોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળ્યા મુજબ, વેરાવળ નજીકના એક ગામડામાં રહેતી યુવતીએ પોલીસમાં વેરાવળના શોએબ અબ્દુલ ગફાર સોરઠીયા સહીત પાંચ મુસ્લિમ યુવકો વિરૂદ્ધ તેણીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી અવાર-નવાર તેણી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ કરી છે. માત્ર એટલું જ નહીં, છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ધાક ધમકી આપી આવું કૃત્ય આચરી શોષણ કરવામાં આવતું હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે. આ ઉપરાંત તેણી સાથે પાંચેય યુવકોએ અલગ-અલગ સમયે દુષ્કર્મ કરવામાં આવ્યું છે
યુવતીની ફરિયાદ મુજબ વેરાવળના જુનાગઢ રોડ પર આવેલી અને ગોરખધંધા મામલે છાશવારે ચર્ચામાં આવતી હોટલ પાર્ક તેમજ સાસણ (ગીર)નજીકના ભોજદે ગીરના એક ફાર્મહાઉસમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું આ સિવાય યુવતીએ તેણીના શારીરિક શોષણમાં વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતી આરોપી યુવકોની મદદ કરતી હોવાનો આરોપ પણ મુક્યો છે.

રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

અમદાવાદમાં દુકાનદારો માટે વેક્સીનેશન કમ્પલસરી

editor

ऑस्ट्रेलियाई को आक्रामकता में बदलाव की जरूरत नहीं : पॉन्टिंग

aapnugujarat

વિસાવદરમાં માતાએ ચાર સંતાનો સાથે આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1