Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુપ્રીમમાં કલમ 35Aને પડકાર ફેંકતી અરજી પર સુનાવણી મુલત્વી

સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણની કલમ ૩૫એને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર સુનાવણી આજે મોકૂફ કરી દીધી હતી. ભારતીય બંધારણની કલમ ૩૫એમાં રાજ્ય સરકારના રોજગારી મેળવવા અને જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદવા સાથે સંબંધિત વિષયની જવાબદારી જમ્મુ કાશ્મીર સરકાર પર સોંપવામાં આવેલી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ કહ્યું હતું કે, આ મામલો ખુબ જ ગંભીર અને સંવેદનશીલ છે જેથી બુદ્ધિજીવી લોકોએ ઉકેલ માટેના પ્રયાસો કરવા જોઇએ. કોર્ટે હાલમાં કોઇપણ વચગાળાનો આદેશ પણ આપવો જોઇએ નહીં. કારણ કે, તે કાઉન્ટર પ્રોડક્ટીવ સાબિત થઇ શકે છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર સરકારનું પ્રતિનિધિત્વ કરતા રાકેશ દ્વિવેદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૩૭૦ના સંબંધમાં વાત કરીને આ કેસને ઉકેલી લીધો છે. દ્વિવેદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાથી જ તર્કદાર રજૂઆતો કરવામાં આવી ચુકી છે. અરજીદાર તરફથી કોર્ટમાં આવેલા વરિષ્ઠ વકીલ રણજીતકુમારે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ખુબ જ જટિલ સ્થિતિ છે. કારણ કે, પાકિસ્તાનથી લોકો આવે છે અને કાયદા હેઠળ રાજ્યમાં સ્થાપિત થઇ જાય છે પરંતુ પેઢીઓથી અહીં રહેતા લોકો પણ અહીં સ્થિર થઇ શકતા નથી અને નોકરી પણ મેળવી શકતા નથી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં કાર્યવાહી પૂર્ણ કરવા સંબંધિત પક્ષોને કહ્યું હતું કે, આ મામલામાં વધુ સુનાવણી છઠ્ઠી ઓગસ્ટના દિવસે હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૫એને રદ કરવાની માંગ કરીને ચાર અરજીઓ દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવીલકર તેમજ ડીવાય ચંદ્રચુડની બેંચ સમક્ષ આ ચાર અરજીઓ આવી હતી. મુખ્ય અરજી ૨૦૧૪માં દિલ્હી સ્થિત એનજીઓ વી દ સિટીઝન દ્વારા દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય ત્રણ અરજીઓ કલમને પડકાર ફેંકીને દાખલ કરાઈ હતી. મોડેથી આ તમામ અરજીઓ ક્લબ કરી દેવામાં આવી હતી. બંધારણની કલમ ૩૫એમાં રાજ્યના કાયમી નિવાસીઓના સંદર્ભમાં નિર્ણયની જવાબદારી જમ્મુ કાશ્મીરની બને છે.
આ મામલાને લઇને પણ વિવાદ ચાલી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ સંદર્ભમાં એક કેસે એ વખતે વળાંક લીધો હતો જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચના પૂર્વ સભ્ય અને વકીલ ચારુ વાલીએ બંધારણની કલમ ૩૫એને પડકાર ફેંકીને રજૂઆત કરી હતી. રાજ્યના પરમાનેન્ટ રેસિડેન્ટના સંદર્ભમાં જમ્મુ કાશ્મીર બંધારણની કલમ ૬ને આમા પડકાર ફેંકવામાં આવ્યો હતો.

Related posts

ભારતમાં ક્ષમતા છે : ૭.૩ ટકા વિકાસ દર થઇ શકે છે : વર્લ્ડ બેંક

aapnugujarat

ममता पर JDU का आरोप- बंगाल में बना रही मिनी पाकिस्‍तान

aapnugujarat

દેશના પોલીસ દળમાં છે ફ્કત ૭.૨૮ ટકા મહિલાઓ : ગૃહ વિભાગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1