Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને સ્વદેશી યુદ્ધ જહાજ સમુદ્રમાં ઉતાર્યું, મરિન પાવરમાં થશે વધારો

ચીને રવિવારે દેશમાં પહેલા એરક્રાફ્ટ કેરિયરનો મરિન ટેસ્ટ (દરિયાઇ પરીક્ષણ) શરૂ કર્યો છે. ચીને આ શીપને ગયા વર્ષે એપ્રિલમાં જ લૉન્ચ કર્યુ હતું. જો કે, તેની સિસ્ટમને અપડેટ કરવા અને હથિયારોની ફિટિંગના કારણે અત્યાર સુધી સેવામાં નથી લીધું. શિપને હજુ સુધી કોઇ સ્થાયી નામ પણ નથી આપ્યું. એવું માનવામાં આવે છે કે, આ એરક્રાફ્ટ નૌકાદળ સાથે જોડાયા બાદ ચીનની મરિન તાકાતમાં વધારો થશે.ચીનની શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ રવિવારે નિવેદન આપ્યું હતું કે, દેશનું બીજું એરક્રાફ્ટ કરિયર ડાલિયાન શિપયાર્ડ ડોકથી પોતાના પહેલાં સમુદ્રી પરીક્ષણ માટે નિકળી ગયું છે. તેની ટ્રાયલનો હેતુ જહાજની વિશ્વસનીયતા અને સ્થિરતાનું નિરિક્ષણ કરવાનું છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીનના પાસે વધુ એક એરક્રાફ્ટ કેરિયર લાયોનિંગ પણ છે. રશિયામાં બનેલું આ કરિયર ચીનને ૨૦૧૨માં મળ્યું હતું. જો કે, તેને એક ટ્રેનિંગ અને રિસર્ચ માટેનું એરક્રાફ્ટ ગણવામાં આવે છે.નૌકાદળને લાયોનિંગની સેવા મળ્યા બાદ ચીને ૨૦૧૩માં જ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવાનું શરૂ કરી દીધું હતું. નવા કેરિયરને અત્યાર સુધી કોઇ સ્થાયી નામ નથી આપવામાં આવ્યું. જો કે, તેને કોડ નેમ ૦૦૧એના નામથી ઓળખવામાં આવે છે. એક અંદાજ અનુસાર, નવું એરક્રાફ્ટ કરિયર ૨૦૨૦થી નૌકાદળમાં પોતાની સેવા આપવાનું શરૂ કરી દેશે.ચીનના એરક્રાફ્ટ કેરિયર પ્રોગ્રામ વિશે અત્યાર સુધી ખૂબ જ ઓછી જાણકારી સામે આવી શકી છે. રિપોર્ટ અનુસાર, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ પોતે આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે, જેથી ચીનની સેનાને વિશ્વની સામે આધુનિક દર્શાવી શકાય.આ પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક લડાયક વિમાન અને એન્ટી-સેટેલાઇટ મિસાઇલો પણ તૈયાર કરવામાં આવી છે. ચીન લાંબા સમયથી સાઉથ ચીન સાગર પર અધિકાર જમાવવા માટે આ પ્રકારના પ્રયોગો કરી રહ્યું છે.

Related posts

Any use of force by US against Iran would lead to disaster : Putin

aapnugujarat

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર પ્રતિબંધ

editor

કોરોના વાઇરસ આપણી સાથે જ રહેશે : WHO

editor

Leave a Comment

UA-96247877-1