Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૭૩ પોઇન્ટ ઘટી બંધ રહ્યો

શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૭૩ પોઇન્ટ ઘટીને ૩૫૨૪૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અન્ડરપરફોર્મની સ્થિતિ રહી હતી. આ બંનેમાં ક્રમશઃ ૧.૫ અને ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિયાલીટીના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે જીલેટ ઇન્ડિયા, તાતા ગ્લોબલના ત્રિમાસિક ગાળાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવશે. ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦૩ પોઇન્ટ ઉછળીને ૩૫૩૧૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૨૪ પોઇન્ટ ઉછળીને ૧૦૭૪૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દબાણ અનુભવ કરવામાં આવી રહ્યો છે. ઇરાન ઉપર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેની સીધી અસર ગ્લોબલ ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર થશે.

Related posts

શ્રીસંત પર આજીવન પ્રતિબંધ ઉઠાવવાનો કેરળ હાઈકોર્ટ દ્વારા આદેશ

aapnugujarat

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષા : શ્રદ્ધાળુઓ અટવાયા

aapnugujarat

RCom की संपत्ति बेचने से मिलेंगे सिर्फ 10 हजार करोड़, अनिल अंबानी पर है 5 गुना ज्यादा कर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1