Aapnu Gujarat
રમતગમત

સનરાઈઝ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ વચ્ચે આજે મેચ

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આજે સનરાઇઝ હૈદરાબાદ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બેંગલોર માટે સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે તમામ મેચો સેમીફાઇનલ સમાન રહેનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ટીમનો દેખાવ અપેક્ષા કરતા ખુબ નબળો રહ્યો છે. ચેન્નાઇ સુપર સામે છેલ્લી મેચ તો એકતરફી રહી હતી. આ મેચમાં વિરાટ કોહલી, ડિવિલિયર્સ અને મેક્લમ સહિતના ટોપ સ્ટાર ફ્લોપ રહ્યા હતા. આ ટીમ પોઇન્ટ ટેબલમાં હાલમાં ખુબ પાછળ છે. સનરાઇઝની ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. હૈદરાબાદે નવ મેચો પૈકી સાતમાં જીત મેળવી છે. બેંગલોરની ટીમ હજુ સુધી નવ મેચોમાં ત્રણમાં જીત મેળવી છે અને છમાં હાર થઇ છે. પોઇન્ટ ટેબલમાં હાલ રાજસ્થાન સૌથી છેલ્લા સ્થાને છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. બન્ને ટીમોમાં તમામ સ્ટાર ખેલાડી છે. જેથી મેચ રોમાંચક રહેશે.આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. મેચને લઇને હૈદરાબાદમાં ક્રિકેટ ક્રેઝ છે.

Related posts

अंकतालिका में हम सबसे नीचे रहने के ही हकदार : फ्लेमिंग

editor

डेविस कप में ब्रिटेन का प्रतिनिधित्व करेंगे एंडी मरे

aapnugujarat

ऋषभ पंत टीम इंडिया का भविष्य : विराट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1