Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડ્રાફ્ટ ટેલિકોમ પોલિસીમાં ૪૦ લાખ નવા જોબનો હેતુ

દેવામાં ડુબેલા ટેલિકોમ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકવા સ્પેક્ટ્રમ ચાર સહિત કરવેરાને તર્કસંગત બનાવવાના ઇરાદા સાથે ડ્રાફ્ટ ન્યુ ટેલિકોમ પોલિસી તૈયાર કરી લેવામાં આવી છે જેમાં ૪૦ લાખ લોકોને નોકરી આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૫૦ એમબીપીએસ બ્રોડબેન્ડ સ્પીડને પણ લાવવાની ગણતરી કરાવવામાં આવી છે. ૨૦૨૨ સુધી આ સેક્ટરમાં ૪૦ લાખ નવા જોબ મળી શકે તેવા હેતુ છે. ફાઇવજી સર્વિસ અને ૫૦ એમબીપીએસ સ્પીડ સાથે તમામ માટે બ્રોડબેન્ડ બાબતને આવરી લેવામાં આવી છે. ડ્રાફ્ટ પોલિસીને નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસીનું નામ આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી લેવામાં આવી છે. આમા ડિજિટલ કોમ્યુનિકેશન સેક્ટરમાં ૧૦૦ અબજ ડોલર આકર્ષિત કરવાની યોજના છે. રેગ્યુલેટરી સુધારાઓની મદદથી આ પ્રક્રિયા આગળ વધશે. લાયસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ, યુનિવર્સલ સર્વિસ ફંડ સહિતની બાબતોને ધ્યાનમાં લઇને તેની સમીક્ષા કરવામાં આવશે. ડિજિટલ કોમ્યુનિકેશન સેક્ટરમાં ૪૦ લાખ વધારાની નોકરીની તકો ઉભી કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૭માં આશરે છ ટકાની સામે ભારતના જીડીપીમાં યોગદાનને વધારીને આઠ ટકા કરવામાં આવશે. નવી પોલિસી હેઠળ સરકાર ફિક્સ્ડ લાઈન બ્રોડબેન્ડની ગતિ નક્કી કરવામાં આવશે. ડ્રાફ્ટ પોલિસીમાં મિડબેન્ડ સ્પેક્ટ્રમની પણ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત નેક્સ્ટ જનરેશનના નેટવર્કને પ્રાથમિકતા આપવામાં આવશે. આ પોલિસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, ડિજિટલ કોમ્યુનિકેશન સાધનો પર ટેક્સને તર્કસંગત બનાવવાની પણ વાત કરાઈ છે. હાઈસ્પીડ બ્રોડબેન્ડ નેટવર્ક બનાવવા માટે સરકાર દેશભરમાં મોટાપાયે ઓપ્ટીકલ ફાઇબર બિછાવવાની જોગવાઈ સાથે નેશનલ બ્રોડબેન્ડ મિશન હાથ ધરશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

લગ્નનાંઇન્કાર બાદ મહિલાને ભથ્થુ આપી શકાય છે કે કેમ? સુપ્રીમ કોર્ટ

aapnugujarat

અમેઠીમાં રાહુલ આગામી પીએમવાળા પોસ્ટરને લઇ હોબાળો

aapnugujarat

૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૮૦૦થી વધુ વખત ગોળીબાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1