Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૦ મેના દિવસે ઉત્તરપ્રદેશમાં ક્રાન્તિ દિવસ મોટા પાયે મનાવવા નિર્ણય

૧૦મી મેના દિવસને ક્રાન્તિ દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવવાનો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારે નિર્ણય કર્યો છે. મંગલ પાન્ડેના બહાને પોતાની સ્થિતીને મજબુત કરવાના પ્રયાસ યોગી સરકાર કરવા માટે ઇચ્છુક છે. ૧૦મી મે ૧૮૫૭ મેરઠ સ્વતંત્રતા લડાઇના એક એવા દિવસ તરીકે છે જેનો કોઇ ક્યારેય ભુલી શકે તેમ નથી. આ દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખેલો દિવસ છે. હવે યોગી સરકાર આ દિવસને ભવ્ય રીતે મનાવવાનો નિર્ણય કર્યો છે. ક્રાન્તિ દિવસ ઉજવવાના બહાને ભાજપ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં પોતાની સ્થિતીને વધુ મજબુત કરવા માટે ઇચ્છુક છે. હકીકતમાં મેરઠ અને અલીગઢ બે એવા શહેરી ક્ષેત્રો છે જ્યાં ભાજપ માટે વધારે પડકાર છે. આવી સ્થિતીમાં ભાજપના રણનિતીકાર માની રહ્યા છે કે અહીં સ્થિતીને મજબુત કરવાની જરૂર છે. અહીંની સંસદીય સીટો ભાજપના ખાતામાં છે પરંતુ ગયા વર્ષે થયેલી સ્થાનિક ચૂંટણીમાં આ બન્ને સીટો ભાજપને મળી ન હતી. હવે ૧૦મી મેના દિવસે યોજાનાર ક્રાન્તિ દિવસને યાદ કરીને ભાજપ તેની સ્થિતીને મજબુત કરવા માટે સજ્જ છે. ભાજપ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં જીત મેળવી લેવા રાજકીય કાર્ડ પણ રમનાર છે. ક્રાન્તિ દિવસ ભવ્ય અને ઉંચા સ્તર પર મનાવવામાં આવનાર છે. મેરઠ છાવણીથી ક્રાન્તિની શરૂઆત હોવાથી સૌથી જંગી આયોજન કરવામાં આવી રહ્યુ છે. યોગી સરકારે આની જવાબદારી સાસ્કૃતિક અને પ્રવાસ વિભાગને આપી દીધી છે. સરકાર દ્વારા મોટા પાયે તૈયારી શરૂ કરાઇ છે.

Related posts

आय से अधिक संपत्ति का मामला : पत्नी के साथ कोर्ट में पेश हुए हिमाचल के मुख्यमंत्री वीरभद्र सिंह

aapnugujarat

उर्मिला ने चुनाव में हार के लिए कांग्रेस के स्थानीय नेताओं को ठहराया जिम्मेदार

aapnugujarat

ખૂલ્લામાં શૌચ કરી રહેલા ખેડૂતને હાથીએ સૂંઢમાં લપેટીને ફેંકી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1