Aapnu Gujarat
રમતગમત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાંસ લેવા અંગે યુવરાજસિંહે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટર યુવરાજસિંહનું કહેવુ છે કે તે ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ પોતાના સન્યાંસ લેવા અંગે નિર્ણય લેશે. સિક્સર કિંગના નામે જાણીતા યુવરાજનું કહેવું છે કે આ વચ્ચે મને જેટલુ પણ ક્રિકેટ રમવાની તક મળશે તે અલગ વાત છે પરંતુ હું સન્યાંસને લઇને ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ જ નિર્ણય લઇશ.ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ હાલ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહ્યો છે. પાછલાં ઘણાં સમયથી યુવરાજ ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુવરાજે જૂન ૨૦૧૭માં છેલ્લીવાર ભારત માટે વનડે મેચ રમી હતી.૩૬ વર્ષીય યુવીએ કહ્યું કે એક સમય બાદ દરેકે નિર્ણય લેવો પડે છે. હું ૨૦૦૦ના વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છું અને આશરે ૧૭-૧૮ વર્ષ થઇ ગયાં છે. હવે ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ જ નિર્ણય લઇશ.આઇપીએલ અંગે યુવરાજે કહ્યું કે હજુ અમારી ટીમની નજર સેમીફાઇનલમાં સ્થાન મેળવવા પર છે. અમારી ટીમ સારુ રમી રહી છે. બેટિંગ, બોલિંગ પણ સારી કરવામાં આવી રહી છે. યુવરાજે શાનદાર ઇનિંગ માટે ક્રિસ ગેલની પણ પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ પાછલા ઘણાં સમયથી ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ આઇપીએલમાં તેની કોઇ ધમાકેદાર ઇનિંગ જોવા મળી નથી.

Related posts

कोहली सभी प्रारूपों में विश्व के सर्वश्रेष्ठ बल्लेबाज : जुनैद

editor

Chelsea win Europa League title by defeating Arsenal on 4-1

aapnugujarat

કુંબલેથી ડરતા હતા ભારતીય ખેલાડીઓ, કોહલીએ કરી હતી ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1