Aapnu Gujarat
બિઝનેસ

બ્રિક્સ દેશોમાં ભારતનો વિકાસ દર સૌથી વધારે : રિપોર્ટ

બ્રિક્સ દેશોમાં ભારતનો વિકાસ દર સૌથી વધારે છે. કેપીએમજીએ જાહેર એક રીપોર્ટ ઈન્ડિયા સોર્સ હાયરમાં જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા તેજ ગતિથી સુધરી રહી છે અને તેનો ગ્રોથ રેટ બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા બ્રિક્સ દેશોના મુકાબલે ઘણો વધારે છે. રીપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા ત્રિમાસિક ગાળામાં કેટલાક સુધારાવાદી પગલાઓએ વિકાસની ગતિને ધીમી કરી દીધી હતી પરંતુ આમ છતાં ૨૦૧૮માં અર્થવ્યવસ્થા ૭.૪ ટકાના સ્તર પર વધવાની સંભાવના છે કે જે વિકસિત અર્થવ્યવસ્થા અને દુનિયાની અર્થવ્યવસ્થાથી વધારે છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની આર્થિક સ્થિરતાને ૪૨૦ ડોલર એટલે કે ૪૨ હજાર કરોડના ફોરેન એક્સચેંજ રિઝર્વથી મજબૂતી મળી છે.  માઈંડમાઈન સમિટ ૨૦૧૮ની ૧૨મી એડિશન દરમિયાન દૂરસંચાર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેપીએમજીનો આ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં ભારત માટે તેજીથી બદલાતા આર્થિક દ્રષ્ટીકોણથી લઈને કેટલાક રાષ્ટ્રીય પ્રાથમિક પ્રોગ્રામ દ્વારા પ્રાપ્ત થયેલી ઉન્નતિ પર ગહન વિશ્લેષણ રજૂ કર્યું હતું. કેપીએમજીના રીપોર્ટ અનુસાર ઘરેલૂ બજાર, કન્ઝ્યૂમર કોન્ફિડેંસ, મૈક્રોઈકોનોમિક્સના આધારમાં સ્થિરતા અને સંરચનાત્મક સુધાર સીવાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કેટલા ઈનિશટિવે હવે ગતિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી દીધી છે.

Related posts

આયુર્વેદિક પ્રોડક્ટ્‌સ પર ૧૨% ટેક્સથી બાબા રામદેવ નારાજ

aapnugujarat

२०२३ तक ४० प्रतिशत बढ़ जाएगी इंटरनेट यूजर्स संख्या : रिपोर्ट

aapnugujarat

ગુડગાંવમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ લોન્ચ, પહેલાં દિવસે ૧૫૦ કરોડનું વેચાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1