Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના આર્થિક પ્રતિબંધ બાદ પુતિન લાલચોળ, સીરિયામાં વૉરશિપ ગોઠવ્યા

ગત શનિવારે યુએસ અને તેના સાથી દેશોની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને અંતે મૌન તોડ્યું છે. આજે સીરિયા તરફ બે રશિયન વૉરશિપ આગળ વધતા જોવા મળ્યા હતા. મિલિટરી વ્હિકલથી લદાયેલા બે રશિયન વૉરશિપ તુર્કીથી સીરિયાના રૂટ તરફ જઇ રહ્યા છે. રવિવારે તુર્કીના બોસ્ફોરસના દરિયાઇ માર્ગે આગળ વધી રહેલા આ ક્રૂઝની તસવીરો રિલીઝ થઇ હતી. યુએસની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ વિશ્વને હવે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો વળતા જવાબ શું હશે તેની રાહ છે. આજે સીરિયા કોસ્ટ તરફ આગળ વધી રહેલા આ જહાજો રશિયન નેવલ બેઝ પર ગોઠવાશે.
આ સિવાય અમેરિકાએ આજે સોમવારે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે.પ્રોજેક્ટ ૧૧૭ એલિગેટર-ક્લાસ વૉરશિપ તુર્કી થઇને બોસ્ફોરસ માર્ગે આગળ વધી રહ્યા છે. રશિયન યુદ્ધ જહાજોમાં અસંખ્ય ટેન્ક્‌સ, એમ્બ્યુલન્સ અને રડાર છે.આ સિવાય અન્ય એક એલેક્ઝાન્ડર ટીકાચેન્કો શિપમાં હાઇ સ્પીડ પેટ્રોલ બોટ્‌સ, કામચલાઉ પુલ અને ટ્રક્સ લદાયેલા છે.યુકે, યુએસ અને ફ્રાન્સની જોઇન્ટ મિલિટરી એરસ્ટ્રાઇક્સ બાદ હવે રશિયા તેના જવાબની તૈયારી કરી રહ્યું છે.રશિયાના પ્રેસિડન્ટે અંતે મૌન તોડીને કહ્યું કે, તેના અને સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ વિરૂદ્ધ આગામી કોઇ પણ મિલિટરી એક્શનના પરિણામો ભયંકર હશે.

Related posts

મસૂદ પાકિસ્તાનમાં હોવાની પાક. વિદેશ પ્રધાનની કબૂલાત

aapnugujarat

તાઇવાને કેટલીક ચાઈનીઝ એપ્સ પર બૅન લાદ્યો

editor

સાઉદી અરબે જેફ બેઝોસનો ફોન હેક કર્યો હોવાનો ઘટસ્ફોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1