Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપી-રાજસ્થાનમાં આંધી સાથે ભારે વરસાદ : ૧૬ લોકોનાં મોત

દેશનાં મોટા ભાગનાં રાજ્યના હવામાનમાં પલટો આવતાં અનેક જગ્યાએ વરસાદ અને આંધી સાથે વાવાઝોડું ફુંકાયાના અહેવાલ છે ત્યારે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે આવેલા ભારે વરસાદના કારણે બનેલા વિવિધ બનાવમાં કુલ ૧૬ લોકોનાં મોત થયાં છે, જેમાં રાજસ્થાનમાં ભારે વરસાદથી ૧૨નાં તેમજ મથુરામાં વરસાદથી મકાનની છત પડતાં ત્રણ બાળક સહિત ચારનાં મોત થયાં છે.
આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પણ હવામાનમાં એકાએક પલટો આવતાં અમુક વિસ્તારમાં વરસાદ થયાના અહેવાલ છે. આ ઉપરાંત આંધી સાથે પવન ફુંકાતાં તાજમહાલના મિનાર ખરી ગયા હતા. જ્યારે તોફાનના કારણે બનેલી ઘટનાના વિવિધ બનાવમાં ૪૦થી વધુ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એકાએક વાતાવરણ પલટાતાં ઉત્તર પ્રદેશમાં અનેક ખેડૂતોને તેમનો તૈયાર પાક ગુમાવવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગાજવીજ સાથે સાંજના સમયે આ વિસ્તારમાં વરસાદ પડતાં થોડા જ સમયમાં અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં અને આ દરમિયાન અમુક જગ્યાએ કરા પણ પડ્યા હતા.
બાદમાં એકાએક ભારે પવન ફુંકાતાં અનેક મકાનોને નુકસાન થયું હતું તેમજ કેટલાંક ઘર અને દુકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં.
બીજી તરફ ભારે પવન, આંધી અને વરસાદના કારણે લખનૌ એકસપ્રેસ વેના ટોલ પ્લાઝાનું બૂથ ઊડી ગયું હતું, જેના કારણે આ એકસપ્રેસ-વે પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો તેમજ ઈલેકિટ્રક લાઈનને નુકસાન થતાં ભોપાલ શતાબ્દી, સ્વર્ણજયંતી, રાજધાની સહિત ૧૮ ટ્રેન લગભગ ત્રણ કલાક આઉટર પર મોડી રાત સુધી ઊભી રહી ગઈ હતી,
રાજસ્થાનમાં પણ આંધી-તોફાન સાથે ભારે વરસાદ પડતાં જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. આ વરસાદના કારણે રાજ્યમાં કુલ ૧૨ લોકોનાં મોત થયાં છે, જેમાં આંધી-તોફાનથી ધૌલપુરમાં સાત અને ભરતપુરમાં પાંચ લોકોનાં મોત થયાં છે.
ભારે વરસાદથી રાજસ્થાનના આ વિસ્તારમાં રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેમાં આગ્રા-ધૌલપુર લાઈનનો વ્યવહાર કલાકો સુધી બંધ કરી દેવાતાં અનેક લોકો અટવાઈ ગયા હતા.

Related posts

शिवसेना की याचिका पर आज सुप्रीम में सुनवाई

aapnugujarat

ભારત-ચીન મતભેદે વિવાદનું રૂપ ધારણ ન કરવું જોઇએ : સીતારામન

aapnugujarat

कीमतों में बड़ी गिरावट से प्याज के किसानों में गुस्सा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1