Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકન કંપનીએ કર્યું ભારતીય ડિફેન્સ ડીલનું સ્વાગત

અમેરિકાની ડિફેન્સ ક્ષેત્રની પ્રમુખ કંપની લોકહીડ માર્ટિને મોટી સંખ્યામાં ફાઈટર જેટ ખરીદવાની ભારતીય પહેલનું સ્વાગત કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ ડિફેન્સ ડીલ ૧૫ અબજ ડોલર કરતાં પણ વધુની થઈ શકે છે. આ અંગે અમેરિકન કંપનીએ જણાવ્યું છે કે, આ અંગે તે ભારતને જલદી જવાબ આપશે.ભારતે આ પ્રકારના અત્યાર સુધીના સૌથી મોટા રક્ષા સોદામાટે પ્રક્રિયા શરુ કરી દીધી છે. જેમાં આશરે ૧૧૦ ફાઈટર જેટ ખરીદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં દુનિયામાં આ પ્રકારની આ સૌથી મોટી ડિફેન્સ ડીલ હશે, જેની કિંમત ૧૫ અબજ ડોલરથી (અંદાજે ૯૭ હજાર ૫૦૦ કરોડ રુપિયા) પણ વધુ થશે. આ ડિફેન્સ ડીલ અંતર્ગત આશરે ૮૫ ટકા વિમાનોનું નિર્માણ ભારતમાં કરવાનું રહેશે, જ્યારે અન્ય ૧૫ ટકા જેટ વિમાન અમેરિકામાં પુરી રીતે તૈયાર કરીને ભારત લાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ અંગે પ્રક્રિયાની તાકીદની વિનંતી અથવા ડીલ અંગેનું વિવરણ ભારતીય વાયુસેના દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ સોદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઈન ઈન્ડિયા’ અતર્ગત કરવામાં આવશે.

Related posts

राष्ट्रपति ट्रंप को जान से मारने की साजिश

editor

ईरानी विदेश मंत्री का दावा- ट्रंप को युद्ध के लिए भड़का रहे सहयोगी

aapnugujarat

બ્રિક્સ મિટિંગમાં પાકિસ્તાનનાં ત્રાસવાદ પર ચર્ચા નહીં : ચીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1