Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કોગ્નિઝન્ટને બે દિનમાં ૪૨૦ કરોડ જમા કરવા મદ્રાસ હાઈકોર્ટનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટે કોગ્નિઝન્ટની સામે આવકવેરા વિભાગની કાર્યવાહી પર વચગાળાના આદેશ જારી કરી દીધા છે. હાઈકોર્ટે કોગ્નિઝન્ટના એક બેંક ખાતાથી સ્ટે દૂર કરી દીધો છે. બે દિવસમાં ૪૨૦ કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. કોર્ટે આના માટે શરત એ મુકી છે કે, કંપની વિભાગની ૨૮૦૦ કરોડ રૂપિયાના ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિમાન્ડ પૈકી ૧૫ ટકા રકમ એટલે કે, ૪૨૦ કરોડ રૂપિયા બે દિવસમાં જમા કરે. કંપનીએ કોર્ટમાં અપીલ દાખલ કરીને તેની સામે વસુલીની પ્રક્રિયા રોકવા માટે અપીલ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે, આવકવેરા વિભાગે તેના કેટલાક ખાતાઓને ફ્રીઝ કરી દીધા છે. અમેરિકાની આ આઈટી કંપનીનો દાવો હતો કે, તેના દ્વારા વર્ષ ૨૦૧૬ના ફેર ખરીદી લેવડદેવડના સંદર્ભમાં તમામ કરવેરાની ચુકવણી કરી હતી. જેથી આવકવેરા વિભાગના આ પગલા આધારવગરના છે. હાઈકોર્ટે જેપી મોર્ગન ચેસ બેંકની મુંબઈ શાકામાં કોગ્નિઝન્ટના બેંક એકાઉન્ટ ડીફ્રીઝ કરવા માટે કહ્યું હતું કે, જેથી તે ઇન્કમટેક્સ વિભાગને ૪૨૦ કરોડ રૂપિયા આપી શકે. અલબત્ત કંપનીના બેંક એકાઉન્ટને હજુ પણ ફ્રીઝ રાખવામાં આવ્યા બાદ અડચણો આવી રહી છે. અંત્રે નોંધનીય છે કે, ઇન્કમટેક્સ વિભાગે ૨૮૦૦ કરોડ રૂપિયાના ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડિમાન્ડ પૂર્ણ ન કરવા પર કોગ્નિઝન્ટના ૬૮ બેંક ખાતા ફ્રીઝ કર્યા હતા.

Related posts

केरल के लव जिहाद मामले मंे सुप्रीम कोर्ट ने दिए जांच के आदेश

aapnugujarat

बीएसफ की जवाबी कार्रवाई से पाकिस्तान को नुकसान

aapnugujarat

મોદીની જયપુર રેલીને શાનદાર બનાવવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1