Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ ડ્રો થઇ : શોઢી ચમક્યો

ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ભારે રોમાંચ બાદ આખરે ડ્રો જાહેર કરવામાં આવી છે. જીતવા માટેના ૩૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ આઠ વિકેટે ૨૫૬ રન બનાવી શકી હતી. એક વખતે એવુ લાગી રહ્યુ હતુ કે ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ મેચ જીતી લેશે અને શ્રેણી ૧-૧થી બરોબર રહેશે. જો કે શોઢીએ ખુબ મકક્મ બેટિંગ કરી હતી. તે ૧૬૭ બોલ સુધી મેદાનમાં મક્કમ રીતે ઉભો રહ્યો હતો. વર્ષ ૧૯૯૯ બાદથી ઇંગ્લેન્ડ પર ન્યુઝીલેન્ડે પ્રથમ શ્રેણી જીતી છે. શોઢી ૫૬ રન કરીને અણનમ રહ્યો હતો. ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ગઇકાલે ચોથા દિવસે ખુબ જ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઇ હતી. ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે જીતવા માટેના ૩૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર ૪૨ રન કરી લીધા હતા. રમત બંધ રહી ત્યારે લાથમ ૨૫ અને રાવલ ૧૭ રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડને બીજા ૩૪૦ રનની જરૂર છે અને તેની દસ વિકેટ હાથમાં હોવાથી જીત નક્કી દેખાઇ રહી હતી. જો કે આજે જોરદાર ધબડકો થયો હતો. અત્રે નોંધનીય છે કે તે પહેલા ઓકલેન્ડ ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં પાંચમાં અને અંતિમ દિવસે ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ ઉપર શાનદાર જીત મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડે ઇનિંગ્સ અને ૪૯ રનના અંતરથી આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં ૩૨૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બોલ્ટે ત્રણ અને વાગનરે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સમગ્ર ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા બદલ બોલ્ટની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં અનેક ઉતારચઢાવની સ્થિતિ પ્રથમ દિવસથી જ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ ઇંગ્લેન્ડની ટીમ ૫૮ રનમાં ઓલઆઉટ થયા બાદ ન્યુઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૪૨૭ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં ૩૨૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. આની સાથે જ આ ટેસ્ટ મેચમાં તેની કારમી હાર થઇ હતી. ઇંગ્લેન્ડની ટીમ ઇનિંગ્સ અને ૪૯ રનથી હારી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો જુમલો ૨૬ રનનો રહ્યો છે.
સંજોગની વાત એ છે કે આ જ મેદાન પર સૌથી ઓછો જુમલો થયો હતો. જીતવા માટેના ૩૮૨ રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડે એક વખતે સાત વિકેટે ૨૧૯ રનમાં ગુમાવી દીધી હતી ત્યારબાદ સોઢીએ મક્કમતાપૂર્વક બેટિંગ કરીને રમત જાળવી રાખી હતી. સોઢી અને વાગનરે આશરે ૩૦ ઓવર સુધી બેટિંગ કરી હતી અને પોતાની ટીમની હારને ટાળી દીધી હતી. બંનેની પાર્ટનરશીપ નાની થઇ હોવા છતાં સમય ખુબ લીધો હતો જેથી આ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડને જીતવામાં સફળતા મળી ન હતી. ટીમ સાઉથીની મેન ઓફ દ મેચ અને બોલ્ટ મેન ઓફ દ સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

Related posts

यशस्विनी ने स्वर्ण जीता, भारत के लिए नौवां ओलंपिक कोटा

aapnugujarat

પર્થ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના ૬ વિકેટે ૨૭૭

aapnugujarat

विश्व कप : आर्चर और जेसन राय पर लगा मैच फीस का 15% जुर्माना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1