Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓગષ્ટ સુધી વિવાદનો ઉકેલ લાવવા દલિતોની મહેતલ

એસસી-એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામેના વિરોધમાં સોમવારના દિવસે ભારત બંધ રાખ્યા બાદ દલિત સંગઠનો હાલમાં તો ભલે માર્ગો પરથી પરત ફર્યા છે પરંતુ સાથે સાથે આ લોકોએ સરકારને ચેતવણી પણ આપી દીધી છે. દલિત સંગઠનોનુ કહેવુ છે કે જો સમાજના બંધારણીય અધિકારો સાથે જોડાયેલા મુદ્દાને ૧૫મી ઓગષ્ટ સુધી ઉકેલવામાં નહીં આવે તો તેઓ ફરી એકવાર જાહેર માર્ગો પર ઉતરશે. પ્રદર્શન બાદ મિડિયા સાથે વાતચીત કરતા દલિત સંગઠનોના નેતાઓએ કહ્યુ હતુ કે હિંસા માટે બાજપના લોકો જવાબદાર છે. જે હિંસાગ્રસ્ત કેટલાક રાજ્યોમાં સત્તામાં છે. દલિત કાર્યકરોએ કહ્યુ છે કે અમે હિંસાની નિંદા કરીએ છીએ પરંતુ ભાજપના કાર્યકરો આના માટે જવાબદાર છે. તેઓ દલિત સમાજને તથા તેમના લોકશાહી આંદોલનને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ દલિત આંદોલન બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે સોમવારના દિવસે ભારત બંધ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં વ્યાપક હિંસા થઇ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. સાત રાજ્યોમાં સૌથી માઠી અસર જોવા મળી હતી. ભારત બંધ હિંસક બન્યા બાદ હિંસામાં નવ લોકોના મોત થયા હતા જે પૈકી મધ્ય પ્રદેશમાં પાંચ અને રાજસ્થાનમાં એક વ્યક્તિનું મોત થયા હતા. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સામાં પણ વ્યાપક હિંસા થઈ હતી. મધ્યપ્રદેશમાં હિંસા દરમ્યાન પાંચ લોકોના મોત થયા હતા. રાજસ્થાનના અલવરમાં હિંસા દરમિયાન પોલીસ ગોળીબારમાં પવન કુમાર નામના વ્યક્તિનું મોત થયું હતુ. બીજી બાજુ મધ્યપ્રદેશના ગ્લાવિયર અને મુરૈનામાં ચાર લોકોના મોત થયા હતા. કેટલાક વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. હજુ સુધી ૪૬૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનો રોકવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
ચક્કાજામની સ્થિતિ સરજવામાં આવી હતી. પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ ગોળીબારની ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનના પરિણામ સ્વરૂપે જનજીવને ખોરવાયુ હતુ.

Related posts

કાશ્મીર સહિત દેશના જુદા જુદા ભાગોમાં મોટા હુમલાનો ખતરો

aapnugujarat

દેશનાં અનેક રાજ્યોમાં હજુ લાખો ઘરોમાં અંધારપટની સ્થિતી

aapnugujarat

AN-32 IAF aircraft with 13 on-board missing after taking off from Assam’s Jorhat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1