Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર સહિત દેશના જુદા જુદા ભાગોમાં મોટા હુમલાનો ખતરો

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ દેશમાં ભારે આક્રોશ છે અને ત્રાસવાદીઓ તેમજ પાકિસ્તાન સામે જોરદાર કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે ત્યારે પુલવામા કરતા મોટા હુમલા થવાનો ખતરો જમ્મુ કાશ્મીર સહિત દેશના ભાગોમાં તોળાઇ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૬-૧૭ ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદી આકાઓ અને ત્રાસવાદીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. હુમલા માટેની નીતિ પર આ બેઠકમાં ચર્ચા કરાઇ હોવાના હેવાલ મળ્યા છે. બે ટુકડીમાં દેશમાં ઘુસેલા ખતરનાક ત્રાસવાદીઓ પૈકી કેટલાક બોંબરો પણ છે જે દેશમાં જમ્મુ કાશ્મીર સિવાય અન્યત્ર વહેંચાઈ ગયા છે. તેમને શોધી કાઢવા અને તેમન પકડી પાડવા માટેનો પડકાર ઉભો થઇ ગયો છે. ગુપ્તચર સંસ્થાઓને અહેવાલ મળ્યા બાદ હવે સુરક્ષા વધારે મજબુત કરવામાં આવી રહી છે. ગુપ્તચર હેવાલ મળ્યા બાદ તમામ ભરચક રહેતા વિસ્તારોમાં સુરક્ષા મજબુત કરવામાં આવી છે. હુમલાને લઇને ત્રાસવાદી સંગઠનોના લીડરો વાતચીત કરી ચુક્યા છે. હાલમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઘુસી ગયા છે. સાથે સાથે સેંકડો ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરના હજુ પણ હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે આતંકવાદીઓનો ખાત્મો થઇ રહ્યો છે ત્યારે હચમચી ઉઠેલા ત્રાસવાદી કેટલાક હુમલાને અંજામ આપી દહેશત ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. હજુ પણ હુમલાનો ખતરો હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ તમામ એરબેઝ કેમ્પ, આર્મી કેમ્પને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ સરહદી સુરક્ષા દળના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, એલઓસીની બીજી બાજુએ ૨૦૦ ત્રાસવાદી ઘુસણખોરી કરવાની રાહ જોઈ રહ્યા છે જેથી હજુ હુમલાઓનો ખતરો તોળાઈ રહ્યો છે. બરફના વરસાદના કારણે રસ્તો બંધ થઇ જવાના લીધે આ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી શક્યા નથી પરંતુ હવે આતંકવાદીઓ હુમલા કરવા માટે ઘુસણખોરી કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઘુસણખોરી માટે તૈયાર હોવા છતાં સૈનિક હાઈએલર્ટ પર છે. દિનરાત પેટ્રોલિંગ કરી રહ્યા છે જેના લીધે પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓ હાજરી પુરવાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવા પ્રયાસ કરી શકે છે. બીજી બાજુ પાકિસ્તાની મિડિયામાં આ અહેવાલની આજે દિવસભર ચર્ચા રહી હતી. કાશ્મીર ખીણમાં છેલ્લા બે મહિનાથી રક્તપાતનો દોર જારી રહ્યો છે. આનો લાભ લઇને ત્રાસવાદીઓ આગળ વધી રહ્યા છે. સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ શકમંદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે.
આ બ્લાસ્ટમાં પ્રાથમિક અહેવાલ મુજબ આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ આ બ્લાસ્ટમાં યુરિયા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા રસાયણનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે વધારે ખતરનાક સંકેત આપે છે.ત્રાસવાદીઓ સામે સેના દ્વારા પણ ઓપરેશન ચાલી રહ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસ, સીઆરપીએફ અને સેના દ્વારા વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી ચુકી છે. કેટલાકને કસ્ટડીમાં પણ લેવામાં આવી ચુક્યા છે. પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડને ઠાર કરવામાં આવી ચુક્યો છે. ગાજી નામના આ ખતરનાક શખ્સે જ આત્મઘાતી બોમ્બર ડારને હુમલા કરવા સાથે સંબંધિત ટ્રેનિંગ આપી હતી. ત્રાસવાદીઓના ખાત્મા માટે સુરક્ષા દળો પર આક્રમક છે.

Related posts

માલ્યા સાથે ગાંધી પરિવારનાં સંબંધ મુદ્દે રાહુલ જવાબ આપે

aapnugujarat

केंद्रीय मंत्रिमंडल ने NIA को और मजबूती देने के दो कानूनों में संशोधन के प्रस्ताव को दी मंजूरी

aapnugujarat

बिहार में 3 नक्सली ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1