Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગળાડુબ પ્રેમના ભાગરૂપે સેક્સ સંબંધો રેપ નથી : મુંબઇ હાઇકોર્ટ

મુંબઇ હાઇકોર્ટની ગોવા શાખાએ હાલમાં જ આપેલા ચુકાદાની દુરગામી અસર થવાની શક્યતા છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે કોઇ પણ પુરૂષને મહિલાની સાથે સેક્સ સંબંધ સ્થાપિત કરવાના મામલે તેને રેપના મામલે દોષિત ઠેરવી શકાય નહી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે ગળા ડુબ પ્રેમ સંબંધ દરમિયાન સેક્સ સંબંધ સ્થાપિત થવાની બાબતને રેપ ગણી શકાય નહી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે જ્યારે બન્નેની વચ્ચે પ્રેમના સંબંધના પુરાવા રહે છે ત્યારે તથ્યોની ખોટી પરિભાષાના આધાર પર પુરૂષને રેપના મામલે આરોપી ગણી શકાય નહી. હાઇકોર્ટે આ ચુકાદો યોગેશ પાલેકરના મામલે સુનાવણી ચલાવતી વેળા આ ચુકાદો આપ્યો હતો. જેના પર એક મહિલાની સાથે લગ્નનુ વચન આપીને રેપ કરવાના મામલે સાત વર્ષની જેલની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો હતો. કોર્ટે વર્ષ ૨૦૧૩ના આ મામલે આદેશ આપતા કેટલાક મહત્વપૂર્ણ તારણ આપ્યા હતા. કોર્ટે આરોપીને અગાઉ ફટકારવામાં આવેલી સજા અને દંડને દુર કરવાનો આદેશ કર્યો હતો. યોગેશ પાલેકર એક કસિનોમાં શેફ માટેનુ કામ કરે છે. તેના પ્રેમ સંબંધ ત્યાં જ તેની સાથે કામ કરતી એક યુવતિ સાથે થયા હતા. મહિલાએ તેના પર આરોપ કર્યો છે કે યોગેશે તેને ઘરવાળાને મળાવવાના નામે તે તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં તે રાત્રે રોકાઇ હતી. બન્ને વચ્ચે સંબંધ સ્થાપિત થયા હતા. આગામી દિવસે યોગેશે મહિલાને તેના ઘરે મુકી દીધી હતી. મહિલાના કહેવા મુજબ તેની સાથે ૩-૪ વખત સંબંધ સ્થાપિત કર્યા હતા. મહિલાએ છેલ્લે તેની સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટને સુનાવણી દરમિયાન લાગ્યુ કે મહિલાએ પાલેકરને આર્થિક રીતે પણ મદદ કરી હતી. કોર્ટે તમામ બાબતોને ધ્યાનમાં લીધા બાદ કહ્યુ હતુ કે તેમની વચ્ચે રેપ નહીં બલ્કે પ્રેમના સંબંધ હતા. કોર્ટે ખુબ ઉપયોગી તારણ આપીને નવી પરિભાષા રજૂ કરી હતી.

Related posts

રેલવે હવ કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે

aapnugujarat

કેજરીવાલની માફી સ્વીકારવા અરૂણ જેટલીએ કરેલો ઇન્કાર

aapnugujarat

Road accident in AP: 6 died, many injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1